ગાંધીનગરઃ રાજ્ય સરકારના કોસ્ટલ વિસ્તારમાં વિકાસકાર્યો (Development work in Coastal Areas) કરવામાં કોઈ રસ નથી લાગતો તેવું લાગી રહ્યું છે. રાજ્યના 1,600 કિલોમીટરના દરિયાકાંઠા વિસ્તારમાં વિધાનસભાની કુલ 19 જેટલી બેઠક છે. જોકે, આ તમામ બેઠકો મહત્વની છે. ત્યારે છેલ્લા વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી બાદ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
390 જેટલા કામ થયા રદ - કામગીરીની સમીક્ષા કરીએ તો, મળતી માહિતી મુજબ, રાજ્યના કોસ્ટલ વિસ્તારના 19 જેટલી વિધાનસભા વિસ્તાર બેઠકોમાં 390 જેટલા કામો રાજ્ય સરકારે રદ (Coastal area developers canceled) કર્યા છે. જ્યારે હજી સુધી 572 જેટલા કામો મંજૂર (Government approval to coastal area developers) થયા તેમ છતાં પણ શરૂ કરવામાં આવ્યા નથી. જ્યારે આ તમામ યોજના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમલીકરણ કરવામાં આવે છે.
સરકારે 4,958 યોજનાને આપી હતી મંજૂરી - ADR ખાનગી સંસ્થા (ADR Private Organization Survey) દ્વારા કરાયેલા સરવે પ્રમાણે, વર્ષ 2017થી 2022 સુધીમાં રાજ્યના કોસ્ટલ વિસ્તારની 19 જેટલી વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારે કુલ 4,958 યોજનાને મંજૂરી (Government approval to coastal area developers) આપી હતી. તેમાં વર્ષ 2017માં 1,312 યોજના, વર્ષ 2018-19માં 1,518, વર્ષ 2019-20માં 1,366 અને વર્ષ 2021-22માં 762 જેટલી યોજનાને મંજૂર (Government approval to coastal area developers) કરવામાં આવી હતી.
કોરોનાના કારણે યોજનાઓ નહતી થઈ અમલી - જ્યારે વર્ષ 2020-21માં કોરોનાના કારણે યોજનાઓ અમલી નહીં હોવાથી વિગતો પ્રાપ્ત થઈ ન હતી. આ તમામ યોજનાઓમાં સરકારે 19 વિધાનસભા વિસ્તારમાં 390 કામો સરકારે રદ (Coastal area developers canceled) કર્યા હતા. જ્યારે 572 કામો હજી શરૂ પણ નથી થયા.
આ પણ વાંચો- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC સમાજ માટે ભાજપ કોર્ટમાં જવા તૈયાર
7812.3 લાખનો થયો ખર્ચ - ADRના સરવે પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 1,600 કિલોમીટર દરિયાકિનારા વિસ્તારના 19 જેટલી વિધાનસભા વિસ્તારમાં સરકારે વિકાસના કામો (Development work in Coastal Areas) પાછળ 7812.3 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે સોથી વધુ ખર્ચ વર્ષ વર્ષ 2019-20 દરમિયાન 2574 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે સૌથી ઓછો ખર્ચ વર્ષ 2021-22માં 832.3 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં વર્ષ 2017થી વર્ષ 2022 સુધીમાં 5 વર્ષમાં કુલ 4,012 જેટલી યોજનો પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે સોથી વધુ યોજનાઓ વર્ષ 2018-19માં 1,494 યોજનાના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા.
કઈ વિધાનસભા બેઠકમાં કયા ધારાસભ્યો -
આ પણ વાંચો- KHAM થિયરી અપનાવીને કોંગ્રેસને મળશે સત્તાની ખુરશી ? જાણો આ રાજકીય વ્યૂહરચના
ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં સોથી વધુ કામ - આ સરવે પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ભાજપના ધારાસભ્ય જંખનાબેન પટેલના મતવિસ્તાર ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. સાથે વધુ કામ પણ પૂર્ણ થયા છે. ત્યારે જિલ્લામાં 5 વર્ષની વાત કરીએ તો, 565 જેટલી યોજનાઓને મંજૂરી (Government approval to coastal area developers) આપવામાં આવી હતી, જેમાં વર્ષ 2017-18માં 160, વર્ષ 2018-19માં 203, વર્ષ 2019-20માં 66 અને વર્ષ 2021-22માં 5 કામો પૂર્ણ થયા છે. તો 23 જેટલા કામો રદ (Coastal area developers canceled) કરવામાં આવ્યા હતા.