- છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે 7,95,489 રૂપિયાની ફાળવણી કરી
- રાજ્ય સરકારે વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન જાહેર કરી વિગતો
- ગિરનાર પર્વતના પગથિયાઓનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના આઠમાં સત્ર દરમિયાન ગૃહમાં વિપક્ષી ધારાસભ્યઓ દ્વારા સરકારને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેમાં ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં લઘુમતિ સમાજ પાછળ એક પણ રૂપિયાનો વપરાશ કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ ગિરનાર તીર્થ પર પગથિયાના નિર્માણ પાછળ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
ગિરનાર તિર્થના પગથિયાંનું નવીનીકરણ આગામી દિવસોમાં કરાશે
ગિરનારના પગથિયાનું વિસ્તૃતિકરણ કરવા માટે સરકારની હાલ વિચારણાં હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ ગિરનાર યાત્રાઘામ વિકાસ મંડળ દ્વારા ગિરનારનું સંચાલન કરાઈ રહ્યું છે. જેને લઈ ગિરનાર પર્વત પર તેમજ અંબાજી ખાતે સગવડો ઉભી કરવા સરકારે રૂપિયા 3.80 કરોડની ફાળવણી કરી છે. ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, સૌના સાથ સૌનો વિકાસની વાતો કરતી સરકારે અમદાવાદ જિલ્લામાં લઘુમતી સમાજના યાત્રાધામ પાછળ એક પણ રૂપિયો વાપર્યો નથી. છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે 7,95,489 રૂપિયાની ફાળવણી કરી છે.