ETV Bharat / city

સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 25 લાખ કરવામાં આવી: પ્રદિપસિંહ જાડેજા

રાજયમાં હવે સીટી સિવિલ કોર્ટ અને અન્ય દિવાની કોર્ટોમાં કામનું ભારણ ઘટે તથા લીટીગન્ટ્સને વધુ સરળતા સાથે ઝડપી ન્યાય મળે તે માટે નામદાર હાઇકોર્ટની દરખાસ્ત અન્વયે સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 25 લાખ કરવા અંગેનું સુધારા વિધેયક સ્મોલ કોઝ કોર્ટ કાયદા વિધેયક ગુરૂવારે વિધાનસભા ગૃહમાં કાયદાપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રજૂ કર્યું હતું, જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.

સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 25 લાખ કરવામાં આવી

author img

By

Published : Sep 24, 2020, 11:02 PM IST

ગાંધીનગરઃ રાજયમાં હવે સીટી સિવિલ કોર્ટ અને અન્ય દિવાની કોર્ટોમાં કામનું ભારણ ઘટે તથા લીટીગન્ટ્સને વધુ સરળતા સાથે ઝડપી ન્યાય મળે તે માટે નામદાર હાઇકોર્ટની દરખાસ્ત અન્વયે સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 25 લાખ કરવા અંગેનું સુધારા વિધેયક સ્મોલ કોઝ કોર્ટ કાયદા વિધેયક ગુરૂવારે વિધાનસભા ગૃહમાં કાયદાપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રજૂ કર્યું હતું, જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.

આ સુધારા વિધેયક અન્વયે જાડેજાએ જણાવ્યું હતું કે, હાલની સરકારનું દ્રઢપણે માનવું છે કે, સમયસર ન મળતો ન્યાય તે અન્યાય બરાબર છે. ગુજરાતમાં ગ્લોબલાઇઝશન અને ગુજરાત સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે સ્થાવર અને જંગમ મિલ્કતોમાં વૃધ્ધિ થઇ છે અને તે વૃધ્ધિને કારણે સ્થાવર મિલ્કતોની કીંમતોમાં પણ અસામાન્ય વધારો થયો છે. રાજયમાં મહેસૂલી સરળીકરણની સરકારની નીતિના કારણે હાલમાં રાજ્યમાં 33 જિલ્લાઓ બનેલા છે, જે તમામ જિલ્લાઓને ન્યાયિક જિલ્લાઓ જાહેર કરવામાં આવ્યા છે.

રાજયમાં કોર્ટોની સ્થિતિ સંદર્ભે જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ 1176 કોર્ટો કાર્યરત છે. જેમાં અનુક્રમે 33 જિલ્લાઓમાં 314 ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટ, 432 સીનીયર સિવિલ જજની કોર્ટ્સ તેમજ 430 સિવિલ જજ અને જે.એમ.એફ.સી કોર્ટો કાર્યરત છે, આ ઉપરાંત રાજ્યમાં 38 ફેમીલી કોર્ટો છે. તેમજ રાજ્યના મજૂર કાયદાને અનુલક્ષીને કુલ 14 અદ્યોગિક અદાલતો તથા 44 મજૂર અદાલતો પણ કાર્યરત છે. બાળકો પરના અત્યાચાર માટે સ્પે. પોક્સો કોર્ટ તથા મહિલાઓ પરના દુષ્કર્મ માટે 35 સ્પે. કોર્ટ, એન.ડી.પી.એસની સ્પે. કોર્ટૉ અને ઇલેક્ટ્રીસીટી એક્ટ માટેની સ્પે. કોર્ટ મળીને વિવિધ સ્પેશ્યલ કોર્ટો પણ સમયાંતરે કાર્યાન્વિત કરવામાં આવી છે.

રાજય સરકારના ઇનિશિએટીવ્સના કારણે ગુજરાત રાજ્યની તાબાની અદાલતોમાં પડતર કેસો જે 1 જાન્યુઆરી 2017ની સ્થિતિએ 18,96,102 કેસ હતા. તેમાં તારિખ 31 ડિસેમ્બર સુધી 03 વર્ષમાં 3,68,527 કેસો નવા દાખલ થયેલા છે અને તેની સામે 41,97,235 કેસનો નિકાલ કરાયો છે. આમ તા. 31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ ગુજરાત રાજ્યની તાબાની અદાલતોમાં 15,67,394 કેસો પડતર છે.

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ કાયદા વિભાગનું બજેટ સને 2003-04માં રૂપિયા 140.19 કરોડનું હતું, જેમાં સતત વધારો થતો રહ્યો છે અને સને 2020-21માં રૂપિયા 1680.80 કરોડ કરી તેમાં 1200 ટકાનો વધારો કર્યો છે. કેસો ઝડપથી ચાલે અને ટૂંકી ન્યાયિક પ્રક્રિયાથી આવા નાના વિવાદોનો ઝડપથી અંત આવે તે માટે આવા કેસો સંક્ષિપ્ત (સમરી ટ્રાયલ પ્રોસેસ) પ્રકારની ન્યાયીક પ્રક્રિયામાં ચલાવવી જરૂરી હોઇ આવા કેસો સ્મોલ કોઝ કોર્ટમાં ચલાવવા કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે.

પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યુ કે, આ સુધારાને કારણે લેણાંના દાવાઓ એટલે કે, ભાડા વાધારાના તેમજ ભાડુઆત અને માલિક વચ્ચેના મિલકતના કબ્જા તથા ભાડાના તેમજ રૂપિયા ૧૦ લાખની કીંમતના સમરી દાવા, ઇલેકશન પીટીશનો અને મ્યુનિસીપલ વેલ્યુએશન અપીલ જેવા કેસો ઝડપથી ચાલી શકશે અને હાલમાં સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત વઘવાથી સીટી સિવિલ કોર્ટ અમદાવાદ તેમજ વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની દીવાની અદાલતોનું ભારણ ઘટશે.

સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હુકુમત વધવાને કારણે સીટી સિવિલ કોર્ટ, અમદાવાદ અને રાજકોટ, સુરત અને વડોદરાની દિવાની અદાલતોમાંથી રૂપિયા 25 લાખ સુધીના દાવાઓ સ્મોલ કોઝ કોર્ટમાં તબદીલ થશે. જેના કારણે સીટી સિવિલ અને દીવાની અદાલતમાં વારંવાર અન્ય કેસોના ભારણના કારણે મુદ્દતો પડતી હતી તે નિવારી શકાશે અને પક્ષકારોને સરળતાથી અને ઝડપથી ન્યાય મળશે. સીટી સિવિલ કોર્ટની તથા દિવાની અદાલતોની કાર્યવાહી કરતાં સ્મોલ કોઝ કોર્ટની સમરી પ્રકારના દાવાની ટ્રાયલ ચલાવવાની કાર્યવાહી ઝડપી હોવાને કારણે સ્મોલ કોઝ કોર્ટમાં કેસોનો ત્વરિત અને સરળતાથી નિર્ણય થઇ શકશે. આ વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.