- રાજયમાં હવે તમામ નાગરિકોને ઓફલાઇન વેકસીન અપાશે
- રસીના ડોઝ પ્રમાણે જિલ્લાતંત્ર લેશે નિર્ણય
- ઓનલાઇન ઓફલાઈનનો નિર્ણય સ્થાનિક તંત્રને સોંપાયો
- વગર એપોઇન્ટમેન્ટથી હવે લઈ શકશે યુવાઓ વેકસીન
ગાંધીનગર : કેન્દ્ર સરકારે કોરોનાથી બચવા માટે રસીકરણ અભિયાન ( Vaccination ) ઝડપી બનાવ્યું છે. ત્યારે પ્રથમ તબક્કામાં જાહેર જનતા માટે વેક્સિન લેવા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત હતી. પરંતુ તબક્કાવાર કેન્દ્ર સરકારે 45થી વધુ વર્ષના નાગરિકો માટે એપોઇન્ટમેન્ટ સિસ્ટમ રદ કરી ત્યારબાદ 18 વર્ષથી વધુના નાગરિકો માટે પણ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ રદ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ગુજરાતમાં એપોઇન્ટમેન્ટ સિસ્ટમથી યુવાઓને વેક્સીન આપવામાં આવતી હતી. ત્યારે હવેથી જિલ્લા તંત્ર પોતાની રીતે નક્કી કર્યા મુજબ ઓનલાઇન અથવા તો ઓફલાઈન વેક્સિન આપી શકશે.
સરકારે જિલ્લાતંત્ર પર છોડ્યો નિર્ણય
રાજ્યના હવે વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક જિલ્લા તંત્રે ઉપર ( Vaccination ) અંગેનો નિર્ણય છોડ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓફલાઈન એટલે કે રસીકેન્દ્ર પર પહોંચીને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તરત જ ( Vaccination ) કરવામાં આવી રહ્યું છે. જ્યારે અમુક જિલ્લામાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટથી પણ રસીકરણ કરવામાં આવ્યું છે. આમ, સ્થાનિક તંત્ર પોતાની રીતે ( Vaccination ) બાબતે નિર્ણય કરી શકશે.
અગાઉ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ ફરજિયાત કરાઈ હતી
કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુના વયના નાગરિકો માટે online system રાખી હતી પરંતુ ત્યાર બાદ કેન્દ્ર સરકારે ઓનલાઈન સિસ્ટમ પણ મદદ કરી હતી. પરંતુ ગુજરાતમાં ઓનલાઈન સિસ્ટમ યથાવત રાખવામાં આવી હતી આ ઉપરાંત પૂર્વ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ પણ ખુલાસો કર્યો હતો કે ગુજરાત રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના નાગરિકો માટે ( Vaccination ) લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. ત્યારે હવે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ઓનલાઇન અને ઓફલાઇન વેક્સિનેશન માટેનો નિર્ણય રાજ્ય સરકારે સ્થાનિક તંત્ર પર નિર્ણય કરવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં દિવ્યાંગો માટે અંધજન મંડળ ખાતે કોર્પોરેશનના સહયોગથી યોજાયો વેક્સીનેશન કેમ્પ
અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોનું વેકસીનેશન
સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનો ( Vaccination ) પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આજ દિન સુધીમાં એટલે કે રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 16 જૂન સુધીમાં કુલ 2,10,39,716 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે. જેમાં 18 વર્ષથી વધુ વયના 1,60,577 નાગરિકોને પ્રથમ ડોઝ અને 2364 નાગરિકોને વેકસીનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ દેશને ભાજપના જૂઠાણાંની નહીં, ઝડપી અને પૂર્ણ રસીકરણની જરુર છેઃ Rahul Gandhi