ETV Bharat / city

ગત વર્ષની સરખામણીએ વરસાદ ઓછો નોંધાતા જિલ્લા વહીવટી તંત્રએ ચોમાસુ પાકને બચાવવા જાહેર કરી એડવાઇઝરી - issued an advisory to save the monsoon crop

ગાંધીનગરમાં ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટ મહિના સુધી અંદાજિત 50 ટકા વરસાદ ઓછો થયો છે, જે હેતુથી વરસાદની અછતના કારણે ચોમાસુ પાકને બચાવવા ખેતીવાડી શાખા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ચોમાસુ પાકને બચાવવા માટે ખેડૂતો માટે કેટલીક ભલામણ કરવામાં આવી છે. જો કે હાલ જિલ્લામાં કુલ 95,369 હેક્ટરમાં ચોમાસુ પાકોનું વાવેતર થયું છે.

જિલ્લા વહીવટી તંત્રએ ચોમાસુ પાકને બચાવવા જાહેર કરી એડવાઇઝરી

author img

By

Published : Aug 13, 2021, 3:45 PM IST

  • ખેડૂતોમાં પણ વરસાદ ઓછો થતા નિરાશા જોવા મળી છે
  • વરસાદ ઓછો થતા અંદાજિત 6,000 હેક્ટરમાં વાવેતર ઓછું થયું છે
  • અંદાજિત 50 ટકા જેટલો ઓછો વરસાદ થયો છે

ગાંધીનગર: ખેડૂતોમાં પણ વરસાદ ઓછો થતા નિરાશા જોવા મળી છે. ખેડૂતોએ પાકનું વાવેતર પણ મહદઅંશે ઓછું કર્યું છે. વરસાદ પણ પૂરતા પ્રમાણમાં નથી પડ્યો. જેથી આવી સ્થિતિ રહી તો ચોમાસુ પાકો પર માઠી અસર થવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો- રાજકોટમાં બે-ત્રણ દિવસમાં વરસાદ નહિ થાય તો, 6 તાલુકામાં પાક નિષ્ફળ જવાની ભીતિ

આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 95,369 હેક્ટરમાં જ વાવેતર થયું છે

જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી. જાદવે કહ્યું કે, "ગાંધીનગર જિલ્લામાં ગત વર્ષે અત્યાર સુધી 1,00,224 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 95,369 હેક્ટરમાં જ વાવેતર થયું છે. વરસાદ ઓછો થતા અંદાજિત 6,000 હેક્ટરમાં વાવેતર ઓછું થયું છે. આ વર્ષે વરસાદની જો વાત કરવામાં આવે તો અંદાજિત 50 ટકા જેટલો ઓછો થયો છે." જેથી આ પાકોને બચાવવા માટે કેટલીક ભલામણો જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ચોમાસુ પાક માટે જિલ્લા ખેતીવાડી દ્વારા સૂચવવામાં આવેલી ભલામણો

જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી. જાદવે કહ્યું કે, વાવેતર કરેલા પાકમાં ભેજની અછત વર્તાય તો ધોરીયા પદ્ધતિના બદલે ફુવારા કે ટપક પદ્ધતિ જેવી પદ્ધતિનો ઉપયોગ કરવો, ખેતરમાં રહેલા ભેજને બાષ્પીભવનથી વ્યય થતો અટકાવવા સમયાંતરે આંતર ખેડ કરતા રહેવું, જે બાષ્પીભવનની ચેઇન તોડી જમીનમાં ભેજ ટકાવી રાખશે. આ ઉપરાંત આવરણ પદ્ધતિનો ઉપયોગ કરવો જેના માટે ઘાસ, ઘઉં, ડાંગરનું પરાડ તેમજ ખેતરના અન્ય કચરાનો ઉપયોગ કરવો, જે પાકને જમીન પર આવરણ કરી ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખશે.

જિલ્લા વહીવટી તંત્રએ ચોમાસુ પાકને બચાવવા જાહેર કરી એડવાઇઝરી

ટૂંકા જીવનકાળવાળા પાકોનું વાવેતર કરવું પણ હિતાવહ છે

ડાંગર જેવા વધુ પાણીની જરૂરીયાતવાળા પાકોમાં ફેર રોપણી કરવી, જરૂર લાગે તો નબળા છોડને ઉપાડી દૂર કરવા, આંતર પાક પદ્ધતિ અપનાવવી જેમાં બાજરી અને તુવેર, બાજરી અને દિવેલા, ચોળી અને દિવેલા, ચોળી અને તુવેર, કપાસ અને કઠોળ પાકો લેવા જોઈએ. ટૂંકા જીવનકાળવાળા પાકોનું વાવેતર કરવું પણ હિતાવહ છે, જમીનમાં પુરતો ભેજ ના હોય તો નાઇટ્રોજન પૂર્તિ માટે આપવામાં આવતા રાસાયણિક ખાતરો ટાળવા અને જો પોષક તત્વોની અછત વર્તાય તો રાસાયણિક ખાતરને ફોલિયર સ્પ્રેથી છાંટવાની ભલામણ કરવામાં આવી છે.

ત્રણ વર્ષની સરેરાશ કરતા આ વર્ષે 18 હજાર હેક્ટર જેટલું વાવેતર ઓછું થયું

છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોવા જઈએ તો 1,36,910 હેક્ટરમાં વાવેતર થતું હતું, જ્યારે આ વર્ષે 95,369 હેક્ટરમાં જ વાવેતર થયું છે. એટલે કે, 18 હજાર હેક્ટર જેટલું વાવેતર સરેરાશ ત્રણ વર્ષની સરખામણીએ ઓછું થયું છે. જિલ્લામાં ત્રણ વર્ષની સરેરાશ સરખામણીએ ડાંગરનું વાવેતર 12,057 હેક્ટરની જગ્યાએ 8,989, બાજરીનું 2,651 હેક્ટરની સરખામણીએ 1,401 હેક્ટર, મગનું વાવતેર 1,837 હેક્ટરની સરખામણીએ 1,337 હેક્ટર, મઠનું વાવતેર 134ની હેક્ટરની સરખામણીએ 443 હેક્ટર, દિવેલાનું 25,108ની સરખામણીએ 8,037 હેક્ટર, મગફળીનું વાવતેર વધ્યું છે, જે ગત 3 વર્ષની સરેરાશે 8,281 હેક્ટર હતું, તે આ વર્ષે 12,415 હેક્ટર થયું. ઘાસચારો 41,824 હેક્ટરમાં થતો તે આ વર્ષે 26,325 હેક્ટરમાં વાવેતર કરાયો છે. અડદનું વાવેતર 425ની સરખામણીએ 1,304 હેક્ટરમાં થયું છે. આમ કેટલાક પાકોના વાવેતર વધ્યા છે તો કેટલાકમાં ઘટાડો પણ થયો છે.

આ પણ વાંચો- કચ્છ જિલ્લામાં સમયસર વરસાદ ન આવતા વાવણી વ્યર્થ જાય તેવી ભીતિ

197 મી.મી. વરસાદ અત્યાર સુધી નોંધાયો

ગત વર્ષે અત્યારની સ્થિતિમાં 387 મી.મી વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષે 197 મી.મી વરસાદ ઓછો નોંધાયો છે. ત્રણ વર્ષની અંદર સરેરાશ જો વરસાદની સ્થિતિ જોવા જઈએ તો આ સમય ગાળામાં 336 મી.મી. વરસાદ નોંધાતો હોય છે. પરંતુ વરસાદ ઓછો થતા પાકમાં ભેજનું પ્રમાણ જેવું જોઈએ તેવું જળવાતું નથી જેના માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ખેતીવાડી વિભાગે જારી કરેલી એડવાઇઝરીને અનુસરવા માટે ખેડૂતોને ભલામણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.