ETV Bharat / city

6 મહિનાનો ગર્ભ ધરાવતી 17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે કોર્ટે આપી મંજૂરી, DNA લેવા ડોક્ટરોને કરાયો આદેશ - gandhingar news

ગાંધીનગરની 17 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ થતા તેણે 6 મહિનાના ગર્ભપાત માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ગર્ભપાતને કારણે કિશોરીના સ્વાસ્થ્યને કોઈ નુક્સાન થવાની શક્યતાઓ છે કે કેમ તે માટેના રિપોર્ટ કરવા સોલા સિવિલને આદેશ કર્યો હતો. રિપોર્ટ જોતા કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી. વધુમાં કોર્ટે સોલા હોસ્પિટલના તબીબોને કિશોરીના DNA લેવા પણ આદેશ કર્યો છે. જેથી આરોપીની તપાસ કરી શકાય.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Aug 12, 2021, 7:14 PM IST

  • કલોલની 17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવા કોર્ટે આપી મંજૂરી
  • 6 મહિનાનું ગર્ભ રહી જતા કોર્ટે પહેલા રિપોર્ટ કરાવવા આદેશ કર્યો
  • આરોપીની તપાસ માટે DNA લેવા પણ કોર્ટનો આદેશ

ગાંધીનગર: 17 વર્ષીય કિશોરી ઉપર અજાણ્યા ઇસમે દુષ્કર્મ કરતા ડરના કારણે યુવતીએ કુટુંબીજનોને ઘટનાની જાણ કરી ન હતી. પરંતુ આગળ જતાં કિશોરીના શારીરિક બદલાવને કારણે કુટુંબીજનોને જાણ થતાં તેમણે સ્થાનિક તબીબ પાસે કિશોરીનું ચેકઅપ કરાવડાવ્યું. તપાસ દરમિયાન કિશોરીને 6 માસનું ગર્ભ રહ્યો હોવાનું તારણ બહાર આવ્યું છે. બનાવની જાણ થતાં પરિવારે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં 30 જુલાઈએ ફરિયાદ નોંધાવી હતી. કિશોરીના ભવિષ્યને જોતા પરિવારજનોએ હાઇકોર્ટમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી માટે અરજી કરી હતી.

17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 6 મહિનાના ગર્ભપાત માટે કોર્ટે મંજૂરી આપી

કોર્ટમાં અરજી દાખલ થતાં જજે શું લીધો નિર્ણય?

કિશોરીને 6 માસ રહી જતા કોર્ટે તેના આરોગ્યને કોઈ જોખમ રહે છે કે કેમ તેને લઇ રિપોર્ટ કરાવવા આદેશ કર્યો હતો. રિપોર્ટમાં ગર્ભપાતથી કિશોરીને કોઈ જોખમ ન હોવાનું સ્પષ્ટ થતા કોર્ટે સોલા હોસ્પિટલને તાત્કાલિક ધોરણે કિશોરીનો લાભ જોતા ગર્ભપાત કરાવવા આદેશ કર્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, કિશોરીને તમામ દવાઓ અને યોગ્ય સારવાર આપવામાં આવે. તેમજ આગળની તપાસમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડરન ફ્રોમ સેક્સયુલ ઓફેન્સ એકટ 2012 મુજબ અપરાધી સામે કાર્યવાહી કરવા કિશોરીના DNA લેવા પણ આદેશ કર્યો હતો.

આ પણ વાંચો- મેડીકલ ગર્ભપાત અધિનીયમ, યોન ઉત્પીડનો શિકાર બનેલી મહિલાને મળશે મદદ

એડ્વોકેટે આપી માહિતી

ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં ફરિયાદીના વકીલ જીગ્નેશ નાયકે જણાવ્યું હતું કે, કિશોરીના આરોગ્ય અને બાળકના ભવિષ્યને જોતા કોર્ટે તાત્કાલિક ન્યાયિક આદેશ આપ્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલને કિશોરીના આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવા માટેનો આદેશ નામદાર ગુજરાત હાઈકોર્ટે કર્યો છે. વધુમાં કોર્ટે પોતાના હુકમમાં કિશોરીના પિતાને જણાવ્યું છે કે તેઓ ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીને કંપેનસેશન માટે અરજી પણ કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.