ETV Bharat / city

વિધાનસભા સત્રના દિવસો વધારવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે માગણી કરી

આગામી વિધાનસભા સત્રને અનુલક્ષીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યોની બેઠક વિધાનસભા ખાતે યોજવામાં આવી હતી. જેમાં વિધાનસભા સત્રના દિવસો વધારવામાં આવે તેવી વિધાનસભા કોંગ્રેસ પક્ષે માગણી કરી છે. કેમ કે, ચોમાસુ સત્ર બે દિવસનું રાખવામાં આવ્યું છે. જેથી આ દિવસો વધારવા માટે માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

author img

By

Published : Sep 21, 2021, 8:04 PM IST

વિધાનસભા સત્રના દિવસો વધારવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે માગણી કરી
વિધાનસભા સત્રના દિવસો વધારવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે માગણી કરી
  • કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યોની બેઠક વિધાનસભામાં યોજાઈ
  • નેતા પરેશ ધાનાણી, અમિતભાઈ ચાવડા, અર્જુન મોઢવાડિયા રહ્યાં હાજર
  • 2022ની ચૂંટણીને લઈને પણ ચર્ચા યોજાઇ

    ગાંધીનગર : આગામી વિધાનસભા સત્રને અનુલક્ષીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યઓની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને સિદ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન જુદા જુદા ઠરાવને લઈને કોંગ્રેસ પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.

    વિધાનસભા સત્રના દિવસો વધારવા માગણી

    વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, માત્ર બે દિવસ માટે વિધાનસભાના ટૂંકા સત્રનું આયોજન થયું છે ત્‍યારે વિધાનસભા સત્રના દિવસો વધારવામાં આવે તેવી વિધાનસભા કોંગ્રેસ પક્ષે લાગણી અને માગણી વ્‍યક્‍ત કરી છે. વિધાનસભા સત્રમાં કોરોના કાળમાં અકારણ શહીદ થયેલા કેટલાય કોરોના મૃતકને સામુહિક શ્રદ્ધાંજલિનો ઠરાવ લાવવાની પણ કોંગ્રેસ પક્ષે લાગણી અને માંગણી વ્‍યક્‍ત કરી છે. તૌકતે વાવાઝોડામાં સહાયમાં વિસંગતતા અને વિલંબતાને નિવારવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે.

    શાળા-કોલેજોમાં છ માસની ફી માફ કરવાનો ઠરાવ કર્યો

    તાજેતરમાં દેવભૂમિ-દ્વારકા, જામનગર અને રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં અતિવૃષ્‍ટિથી જે મોટી તારાજી સર્જાઈ છે તેનાથી લોકોના જાન-માલ, પશુધન, ઘરવખરી, ઉભા પાક, ખેતીની જમીનોને થયેલ નુકસાનનું રાજ્ય સરકાર સત્‍વરે પારદર્શી રીતે વળતર ચૂકવે તે માટે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે. ભાજપના રાજમાં શિક્ષણનું ખાનગીકરણ, ફી માફીયાઓના આતંકમાંથી સામાન્‍ય મધ્‍યમવર્ગીય પરિવારોને બચાવવા માટે કોરોના કાળમાં તમામ સરકારી, ખાનગી શાળા-કોલેજોમાં છ માસની ફી માફ કરવાનો ઠરાવ કર્યો છે. તેવું પરેશ ધાનાણીએ કહ્યું હતું.
    ચોમાસુ સત્ર બે દિવસનું રાખવામાં આવ્યું છે. જેથી આ દિવસો વધારવા માટે માગણી કરવામાં આવી

    અંદાજે ત્રણ લાખ કરતાં વધુ લોકોએ કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યો

    પરેશ ધાનાણીએ કહ્યું, સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ભારે મોટી જાનહાનિનો ભોગ ગુજરાતના સામાન્‍ય લોકો બન્‍યાં છે. અંદાજે ત્રણ લાખ કરતાં વધુ લોકોએ કોરોના મહામારીમાં આરોગ્‍ય સુવિધાના અભાવે શહીદી વહોરવી પડી છે ત્‍યારે સરકારની આ ગુનાહિત બેદરકારીની નિષ્‍પક્ષ તપાસ થાય તે અંગે પણ વિધાનસભા કોંગ્રેસ પક્ષે ઠરાવ પસાર કર્યો છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકમાં સાંપ્રત સમસ્‍યાઓના નિવારણ માટે બૃહદ્‌ ચર્ચા કરવામાં આવી હતી.

    સાબરમતી આશ્રમની ઓળખ-વારસાની સાચવણી થવી જોઈએ

    સાબરમતી આશ્રમ આઝાદીના આંદોલનનું એકમાત્ર સંભારણું છે, તેની ઓળખ-વારસો અને સંસ્‍કારોનું જતન થાય તે માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષે ઠરાવ પસાર કર્યો છે. ફીક્‍સ પગાર, કરાર આધારિત અને આઉટસોર્સીંગ કર્મચારીઓના શોષણને બંધ કરવા માટે પણ વિધાનસભા કોંગ્રેસ પક્ષે ઠરાવ પસાર કર્યો છે. જાતિ અને ધર્મ આધારિત કોઈપણ કટ્ટરવાદીઓ પર આક્રમક વલણથી નિયંત્રણ કરવાનો કોંગ્રેસ પક્ષે સંકલ્‍પ કર્યો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, વિધાનસભા કોંગ્રેસ પક્ષની ટીમ-65 આગામી 13 મહિના એટલે 54 અઠવાડિયાં નક્કર આયોજન સાથે આગળ વધશે.

આ પણ વાંચોઃ વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો નહીં પુછાય, કોર્ટમાં કેસ ચાલતા હોવાને કારણે લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ પંચાયત સેવા પસંદગી બોર્ડ હસ્તકની 16,400 ભરતીઓ 6થી 8 મહિનામાં કરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.