ETV Bharat / city

ધૈર્યરાજસિંહને બચાવવા રાજ્યમાં મુહિમ, સરકાર સહિત કોંગ્રેસી ધારાસભ્યો પણ આવ્યાં બાળકની વહારે

author img

By

Published : Mar 17, 2021, 10:33 PM IST

ગુજરાત રાજ્યમાં SMA-1 નામના રોગથી પીડાઈ રહેલા 4 માસનો બાળક ધૈર્યરાજસિંહની મદદ માટે કેટલાય લોકો આગળ આવી રહ્યા છે. સારવાર માટે જરૂરી 16 કરોડ રૂપિયા માટે મુહિમ ઉપાડવામાં આવી છે. જેને લઈ સરકાર સાથે હવે કોંગ્રેસના ધારાસભ્ય સહિત અનેક લોકો બાળકને બચાવવા મદદ કરી રહ્યા છે.

ધૈર્યરાજસિંહને બચાવવા રાજ્યમાં મુહિમ
ધૈર્યરાજસિંહને બચાવવા રાજ્યમાં મુહિમ
  • 4 માસના બાળક ધૈર્યરાજસિંહને ગંભીર બિમારી
  • સારવાર માટે રૂપિયા 16 કરોડ એકત્ર કરવા દેશમાં મુહિમ
  • સરકાર સહિત કોંગ્રેસના ધારાસભ્ય પણ આવ્યાં બાળકની વહારે

ગાંધીનગરઃ 4 માસના બાળક ધૈર્યરાજસિંહ SMA-1 નામના રોગથી પીડાઈ રહ્યા છે. આ બાળકને બચાવવા આજે દેશ અને દુનિયામાં એક મુહિમ ઉપાડવામાં આવી છે. બાળકની સારવાર માટેનો ખર્ચ 22 કરોડ રૂપિયા થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 6 કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યાં છે.

કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડા સહિત અનેક આગેવાનો આ મુહિમમાં જોડાયા

જોકે, વિદેશમાંથી મંગાવવામાં આવી રહેલા ઇન્જેક્શન પાછળ 16 કરોડ રૂપિયાનો ખર્ચો રહેલો છે, જે માટે રાજ્ય અને દેશમાં યથાશક્તિ પ્રમાણે પોતપોતાની રીતે તમામ લોકો બાળકને બચાવવા માટે ફાળો આપી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડા સહિત અનેક આગેવાનો આ મુહિમમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ MLA કવાટર્સમાં બાળકના પિતાને બોલાવીને યોગ્ય મદદ કરી છે. સાથે જ તેઓએ અપીલ કરી છે કે, તમામ ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી બાળકને બચાવવા માટેની આ મુહિમમાં જોડાવું જોઈએ.

ધૈર્યરાજસિંહને બચાવવા રાજ્યમાં મુહિમ

આ પણ વાંચોઃ સાંસદ પૂનમબેન માડમે બાળદર્દી ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂપિયા 51,000નો ચેક અર્પણ કર્યો

ધૈર્યરાજસિંહના પિતાએ તમામ લોકોનો માન્યો આભાર

ધૈર્યરાજસિંહના પિતાએ ગુજરાત રાજ્યના નાગરિકો તથા દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે, જ્યારે સૌથી પ્રથમ વખત આ નામના રોગની જાણ થઈ અને ત્યારબાદ તેનો ખર્ચો 22 કરોડ રૂપિયા છે તે જાણી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારી પત્ની રડવા લાગી હતી. અમને વિશ્વાસ છે કે, ભગવાન અમારા બાળકને બચાવી લેશે. તેમજ તેમણે જણાવ્યું કે, જેમ જેમ લોકોને ખબર પડી તેમ ધીમે ધીમે આ મુહિમ શરૂ થઈ અને અમને વિશ્વાસ છે કે જે રીતે ગુજરાત રાજ્યના નાગરિકો અને દેશના નાગરિકો અમને સહાય કરી રહ્યા છે તે પ્રમાણે હવે અમારું બાળક બચી જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.