ETV Bharat / city

કોંગ્રેસની સિવિલ મુલાકાત માત્ર એક રાજકીય ગતકડુ : નીતિન પટેલ - congress civil hospital drama

ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ અંગે રાજ્યના નાયબ નુખ્યપ્રધાન નીતિન પટેલે તેને માત્ર રાજકીય નાટક ગણાવ્યું હતું.

નીતિન પટેલ
નીતિન પટેલ
author img

By

Published : May 27, 2020, 12:04 AM IST

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી સહિતનું ડેલિગેશન હાજર રહ્યું હતું અને સરકારના કામ ઉપર અનેક આક્ષેપ કર્યાં હતાં.

આ મુલાકાતના જવાબમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું સિવિલ હોસ્પિટલની મુલાકાત એ રાજકીય ગતકડું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દર્દીઓની સારવારમાં ઉપયોગી થવાને બદલે માત્ર રાજકીય આક્ષેપબાજી કરનારા કોંગ્રેસને પ્રજા બરાબર ઓળખે છે.

વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડાએ કોરોનાની મહામારીને 60 જેટલા દિવસ થયા પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલની રાજકીય મુલાકાત લીધી હતી અને કોઇ દર્દીઓને મદદરૂપ થવાની કોઇ નક્કર કામગીરી કરવાને બદલે ફકત તેમની રાજકીય હાજરી પુરાવાનો પ્રયત્ન કર્યો હતો.

રાજ્ય સરકાર તરફથી મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન અને સમગ્ર વહીવટીતંત્ર રાજ્યના નાગરિકોની આરોગ્યની જાળવણી માટે, જરૂર પડ્યે સારામાં સારી સારવાર આપવા માટે સ્થળ ઉપર સર્વેલન્સ કરી કોરોનાના વાઇરસ અટકાવવા માટે સઘન પ્રયત્ન કરી રહી છે, તેમાં રાજ્ય સરકારને મદદરૂપ થવાને બદલે રાજ્ય સરકારના સેવાયજ્ઞમાં કોંગ્રેસ નડતરરુપ બની રહી છે.

સિવિલ હોસ્પિટલમાં અનેક ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફ, વર્ગ-4ના કર્મચારીઓ બધા સાથે મળીને પોતાની જાતને જોખમમાં મુકી દર્દીઓની સારવાર કરી રહ્યાં હોય, ત્યારે તેમનો કિંમતી સમય બગાડવા કોઇ કારણ વગર ફકત રાજકીય દેખાડો કરવા કોંગ્રેસના નેતાઓ આ નાટકબાજી કરી રહ્યા છે, તે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે.

સિવિલમાં જઇને પણ દર્દીઓની સારવારમાં મદદરૂપ થાય તેવું કરવાને બદલે ધમણ વેન્ટીલેટરની ખરીદી બાબત રાજ્ય સરકારે અનેક વખત સ્પષ્ટતા કરેલી છે કે, આ વેન્ટીલેટર રાજ્ય સરકારને વિનામૂલ્ય ભેટમાં મળ્યાં છે. પ્રથમ વર્ઝનના છે તેવી કોંગ્રેસને જાણકારી હોવા છતા બીજા કોઇ મુદા ન હોવાથી એકની એક જુની રેકોર્ડ વગાડી રહ્યાં છે અને રાજ્ય સરકાર સામે બિનપાયાદાર આક્ષેપ કરી રહ્યાં છે.

પટેલે વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસે એક નવું ગતકડુ કાઢ્યું. એક કંપનીનું કવોટેશન રજુ કરી કે, જે કવોટેશનની કોઇ વેલ્યુ નથી, તે કવોટેશનના આધારે મનઘડત આક્ષેપ કર્યા છે. રાજ્ય સરકારે કોઇ ખરીદી કરી હોય તો બતાવે. આ સમગ્ર ઘટનાક્રમને સખત શબ્દોમાં અમો વખોડી કાઢીએ છીએ. આજે નામદાર હાઇકોર્ટ દ્વારા પણ એક વચગાળાનો આદેશ આપી રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારી સારવાર બદલ નોંધ લીધી છે, ત્યારે કોંગ્રેસ હવે રાજકીય નાટકબાજીમાંથી બહાર આવી લોકોની સાચી સેવા કરે તો લેખે લાગ્યું ગણાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.