ગાંધીનગરઃ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વહેલી તકે કોરોના ટેસ્ટ માટે લોકોને આગળ આવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અપીલ કરી છે. રૂપાણીએ રાજ્યના નાગરિકો-લોકોમાં ટેસ્ટિંગ પ્રત્યેનો ડર-ભય દૂર થાય અને સ્વયં જાગૃતિ આવે તે માટે તમામ પ્રેરિત કરવા સામે ચાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
-
સુરક્ષિત પરિવાર, સુરક્ષિત ગુજરાત#GujaratFightsCovid19#IndiaFightsCorona pic.twitter.com/VJ8D78QtDT
— Vijay Rupani (@vijayrupanibjp) September 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">સુરક્ષિત પરિવાર, સુરક્ષિત ગુજરાત#GujaratFightsCovid19#IndiaFightsCorona pic.twitter.com/VJ8D78QtDT
— Vijay Rupani (@vijayrupanibjp) September 14, 2020સુરક્ષિત પરિવાર, સુરક્ષિત ગુજરાત#GujaratFightsCovid19#IndiaFightsCorona pic.twitter.com/VJ8D78QtDT
— Vijay Rupani (@vijayrupanibjp) September 14, 2020
રૂપાણીએ ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’નું સૂત્ર આપતાં રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે, કોરોના સંક્રમણ નિયંત્રણ સામે પ્રભાવી રીતે કાર્યરત થવા અને સંક્રમિત વ્યકિતઓની ભાળ મેળવી સમયસર સારવાર માટે આ ટેસ્ટ જરૂરી છે અને તે ટેસ્ટ પ્રત્યે કોઇએ ભય કે ડર રાખવાની જરૂર નથી.