ETV Bharat / city

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1250 કરોડ ફાળવ્યા

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (pradhanmantri aavas yojna)ના 60 ટકા લેખે કુલ 1,250 કરોડની ફાળવણી ગુજરાત સરકારને કરવામાં આવી છે. આમ વિધાનસભાની ચૂંટણી પહેલા 2 લાખથી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો ફાળવાનું રાજ્ય સરકર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 

Cm
Cm
author img

By

Published : Jul 21, 2021, 5:29 PM IST

  • હવે સૌને મળશે ઘરનું ઘર
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે પોતાના હિસ્સાની તમામ રકમની ફાળવણી કરી
  • ગુજરાતને કેન્દ્ર સરકારે 1250 કરોડની ફાળવણી કરી

ગાંધીનગર: વર્ષ 2019માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi) એ લાલ કિલ્લા પરથી લોકોને ઘરનું ઘર મળે તે બાબતની જાહેરાત કરી હતી. જ્યારે હવે ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને આડે હવે 15 મહિનાની વાર છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (pradhanmantri aavas yojna)ના 60 ટકા લેખે કુલ 1,250 કરોડની ફાળવણી ગુજરાત સરકારને કરવામાં આવી છે. આમ વિધાનસભાની ચૂંટણી પહેલા 2 લાખથી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો ફાળવાનું રાજ્ય સરકર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

હવે 3 વર્ષમાં બનશે ગુજરાતમાં 5.50 લાખ આવાસ યોજના
ગુજરાત સરકાર (gujarat government) ના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ત્રણ વર્ષની અંદર ગુજરાતમાં 5.50 લાખ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી અત્યારે 1.50 પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના 5 વર્ષની ઉજવણી નિમિતે વધુ 50,000 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી પહેલા પણ આવાસોનું થશે લોકાર્પણ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે મતદારોને આકર્ષવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં આવાસ યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને લોકાર્પણની રાહ જોવાઇ રહી છે, ત્યારે ચૂંટણી નજીક આવતાં જ આવા તમામ પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 10 હજાર 121 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું

જમીનો તૈયાર, સ્કીમ તૈયાર, રિસર્ચ પૂરું હવે ફક્ત જાહેરાત જ બાકી
મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 3.50 લાખ જેટલા આવાસો માટે રાજ્ય સરકારે તમામ રિસર્ચ પણ પૂર્ણ કરી દીધું છે જ્યારે જમીનો પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાગળ પર સ્કીમ તૈયાર કરી દેવામાં આવી છે, ત્યારે હવે ફક્ત રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવાથી જ બાકી છે. જે ટૂંક સમયમાં તબક્કાવાર રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ જિલ્લામાં જાહેરાત કરવામાં આવશે. આમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં તબક્કાવાર કરવામાં આવશે.

આ પણ વાંચો: વાવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનામાં લાભાર્થીઓ હપ્તાથી વંચિત

પ્રધાનમંત્રી આવાસ યોજના 60:40ની સ્કીમ હેઠળ કાર્યરત
પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્ર સરકારની યોજના છે. જેમાં કેન્દ્ર સરકાર ખર્ચના કુલ 60 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જ્યારે 40 ટકા રાજ્ય સરકાર પોતાની રીતે ખર્ચ કરે છે. આમ 60-40ની સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.