ગાંધીનગરઃ રાજ્યમાં કાળઝાળ ગરમીમાં પશુ પંખી સહિત નાગરિકો ત્રાહિમામ પોકારી ગયાં હતાં. વાહનો મર્યાદિત માત્રામાં ફરતાં હોવાના કારણે પ્રદૂષણની અસર ઓછી જોવા મળતી હતી. પરંતુ ગરમીનો પારો સતત ઊંચે જવાના કારણે નાગરિકો બેબાકળાં બની ગયાં હતાં. નિસર્ગ વાવાઝોડાને લઈને રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેવા સમયે આજે પાટનગરમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો.
પાટનગરમાં વાવાઝોડા સાથે વરસાદનું આગમન, વાતાવરણમાં ઠંડક પ્રસરી - ગાંધીનગર
રાજ્યમાં લૉકડાઉન બાદ આજે સોમવારથી મંદિરના કપાટ ખૂલ્યાં છે. ત્યારે પાટનગરમાં મેઘ સ્વરૂપે પ્રભુ અવતરણ થયું છે. વીજળીના કડાકાભડાકા સાથે ગાંધીનગરની સૂકાયેલી ધરતી ઉપર વરસાદનું આગમન થતાં નગરવાસીઓમાં ઠંડકની સાથે ખુશી જોવા મળી હતી.
પાટનગરમાં મેઘ સ્વરૂપે પ્રભુ પધાર્યા, વાવાઝોડા સાથે વરસાદનું આગમન