ETV Bharat / city

TD Vaccination : સગર્ભાઓ અને બાળકો માટે સરકારે શરુ કર્યું સાર્વત્રિક રસીકરણ - મમતા સેશન

રાજ્યની 26 લાખ જેટલી સગર્ભા માતાઓ-બાળકો તેમજ અંદાજે 50,000 જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને 12 જેટલા ઘાતક રોગોથી આજીવન સુરક્ષિત કરવા ટીડી રસીકરણ ( TD Vaccination) કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. તે માટેના સાર્વત્રિક રસીકરણનો ( universal immunization ) ગાંધીનગરથી આજે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Rishikesh Patel) પ્રારંભ કરાવ્યો હતો.

TD Vaccination : સગર્ભાઓ અને બાળકો માટે સરકારે શરુ કર્યું સાર્વત્રિક રસીકરણ

author img

By

Published : Aug 5, 2022, 4:03 PM IST

ગાંધીનગર : રાજ્યવ્યાપી Td-10 વર્ષ અને Td-16 વર્ષ રસીકરણ ( TD Vaccination) અભિયાન થકી રાજ્યની અંદાજે 26 લાખ જેટલી સગર્ભા માતાઓ-બાળકો તેમજ અંદાજે 50 હજાર જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ 12 જેટલા ઘાતક રોગોથી આજીવન સુરક્ષિત કરાશે તેમ આજે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

રાજ્યની અંદાજે 26 લાખ જેટલી સગર્ભા માતાઓ-બાળકો તેમજ અંદાજે 50 હજાર જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓનું રસીકરણ

રસીકરણની શરૂઆતઃ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આજે Td-10 અને Td-16 રસીકરણ ( TD Vaccination) અભિયાન કાર્યક્રમનો રાજ્યવ્યાપી સાર્વત્રિક રસીકરણનો ( universal immunization ) પ્રારંભ ગાંધીનગરથી કરાવતા કહ્યું હતું કે, રાજ્યની લાખો સગર્ભા માતાઓ, એક વર્ષથી નાની વયના બાળકો અને શાળાના વિદ્યાર્થીને 12 જેટલા ઘાતક રોગોથી સુરક્ષિત કરવાના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત સગર્ભા માતાઓને ધનૂર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા 12 ઘાતક રોગોથી બચાવાશે.

સગર્ભાઓ અને બાળકો માટે સાર્વત્રિક રસીકરણઃ આ રસીથી ( TD Vaccination) ઘાતક રોગો જેવાં કે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊંટાટીયું, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા રોગો જેવાં કે, ન્યુમોનિયા અને મગજનો તાવ, ન્યૂમોકોકલથી થતા ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી, રૂબેલા જેવા રોગો સામે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ થકી જીવનરક્ષક રસીઓ દ્વારા રક્ષિત કરવામાં આવશે. રાજ્યમાં દર વર્ષે અંદાજીત 13.50 લાખ લાખ સગર્ભા માતાઓ અને 13 લાખ એક વર્ષથી નાની વયના બાળકોને સાર્વત્રિક રસીકરણ ( universal immunization ) કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવે છે.

50,000 શાળામાં ચેકિંગઃ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 ની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લાં બે વર્ષથી શાળાઓ બંધ હોવાથી બાળકોનું Td-ધનૂર અને ડિપ્થેરિયાનું રસીકરણ ( TD Vaccination) થઇ શક્યું ન હતું. આ રસીકરણની ઝૂંબેશના પ્રથમ તબક્કા દરમિયાન ઓગસ્ટ-સપ્ટેમ્બર 2022 માં રાજ્યની શાળાઓમાં ધોરણ 5 અને ધોરણ 10 ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા)ની રસી આપવામાં આવનાર છે. આ કામગીરી ઈન્જેકટેબલ રસીકરણ માટેનું એક વિશાળ આભિયાન સાબિત થશે, આ અભિયાનમાં 1000 RBSK ટીમ દ્વારા અંદાજે 50,000 શાળાઓના અંદાજીત 23 લાખ બાળકોનું રસીકરણ ( universal immunization ) કરવામાં આવશે. ઉપરાંત, આ અભિયાનમાં રહી ગયેલા બાળકોને બીજા તબક્કા દરમિયાન મમતા સેશનમાં પણ આવરી લેવામાં આવશે.

શિક્ષણ અને આરોગ્ય વિભાગની સંયુક્ત કામગીરીઃ રાજ્યવ્યાપી આ ( universal immunization )ઝુંબેશને સફળ બનાવવા માટે ખાસ કરીને શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન છે. ટીડી રસી હાલમાં સરકારી તમામ શાળાઓ પર આપવામાં આવશે. આ ટીડી રસી ( TD Vaccination) સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમ છતાં પણ કોઈ આડઅસર જણાય તો તેની સારવાર માટે દરેક રસીકરણ સેન્ટર તેમજ સરકારી દવાખાના પર FFI કિટ (FFI Kit) ઉપલબ્ધ છે અને શાળાઓમાં પણ રસીકરણ વખતે આ કિટ ઉપલબ્ધ રાખવામાં આવશે. જેથી ત્વરિત સારવાર આપી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.