ગાંધીનગર: સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની તમામ મહાનગરપાલિકામાં એડવાન્સ ટેક્સ નાગરિકો માટે વળતર યોજના લંબાવવાની જાહેરાત કરી છે. જેમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: CM Patel Launch New Scheme: CMએ ટેક્સમાં રાહત આપતી યોજના શરૂ કરવા કર્યો નિર્ણય, કેટલો ફાયદો થશે જુઓ
કઈ રીતે ઉપયોગી થશે - નગરપાલિકાઓ દ્વારા નગરજનો પાસેથી માળખાકીય સુવિધા-સગવડ માટે લેવામાં આવતા વિવિધ વેરા કરમાં આ રાહતનો લાભ મળશે, 2022-23ના નાણાકીય વર્ષના વેરાની(Financial year taxes) રકમ તા. 30 જૂન 2022 સુધીમાં એડવાન્સ ભરનારા નગરજનોને 7 ટકા વળતરનો લાભ(Advance tax pay benefits ), અને 1 જુલાઇથી 31 જુલાઇ સુધીમાં એડવાન્સ ભરનારાઓને પાંચ ટકા વળતરનો લાભ મળશે, 31 જુલાઈ 2022 સુધીમાં મોબાઈલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા(Enagar portal for tax payment) વેરા ભરનારા લોકોને વધારાનું 5 ટકા વળતર(Tax Relief for Advance Payers ) મળશે.
આ પણ વાંચો: GMC દ્વારા મિલકતવેરો ભરપાઇ કરવા માટેની વળતર યોજના 30 જૂન સુધી લંબાવી
ક્યાં વેરામાં થશે ફાયદો - મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત પ્રમાણે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના(Various infrastructural services) કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઈટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે. ભૂતકાળમાં આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો 30 જૂન 2022 સુધીમાં એડવાન્સ ભરપાઈ કરે તો તેમને 7 ટકા વળતર આપવામાં આવશે. આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ મારફતે તા. 30 જૂન 2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે. એટલે કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારા નાગરિકોને કુલ 12 ટકા વળતરનો લાભ મળશે.