ETV Bharat / city

ગાંધીનગરમાં સફાઈકર્મીઓ પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા - કોન્ટ્રાક્ટર

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ હવે પગાર વધારાની માગણીઓ અંગે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યાં છે. સફાઈ કર્મચારીઓની માગ છે કે, કોન્ટ્રાક્ટ પ્રથા હટાવવામાં આવે અને તેમને કાયમી કરવામાં આવે.

ગાંધીનગરમાં સફાઈકર્મીઓ પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઊતર્યા

author img

By

Published : Feb 12, 2021, 2:03 PM IST

  • ગાંધીનગરમાં સફાઈ કર્મચારીઓએ શરૂ કરી હડતાળ
  • કોન્ટ્રાક્ટ પ્રથા હટાવવા તમામ સફાઈ કર્મચારીઓની માગ
  • માગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવા ચીમકી

ગાંધીનગર: સફાઈ કર્મચારીઓ તરફથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં સુધી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત્ રાખવા સફાઈ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે. આમ તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ગાંધીનગરના સફાઈ કર્મચારીઓ ઉતર્યા છે. જ્યારે લઘુતમ વેતનથી પગાર કરવાની માગ કરવામાં આવી હતી.

કોન્ટ્રાક્ટ પ્રથા હટાવવા તમામ સફાઈ કર્મચારીઓની માગ

સફાઈ કર્મચારીઓનો માસ્ટર પ્લાન?

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનો આ માસ્ટર પ્લાન હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે, એપ્રિલ મહિનામાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલાં સફાઈ કર્મચારીઓ કોર્પોરેશનનું નાક દબાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.