ETV Bharat / city

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના : વડોદરા-ગાંધીનગર-ભાવનગર મહાનગરપાલિકા-ભૂજ નગરપાલિકાને વિકાસ કામો માટે રૂ. 259 કરોડ મંજૂર કર્યા

રાજ્યના 3 મહાનગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, STP તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. 259.67 કરોડ મંજૂર કર્યા છે, આ હેતુસર વડોદરા મહાનગરપાલિકાને રૂ. 248.27 કરોડ ફાળવ્યા છે, વડોદરા મહાનગરમાં અટલાદરા ખાતે 83 MLDના નવીન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ તરસાલી ખાતે 100 MLDના નવીન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમ કુલ 183 MLDની ક્ષમતાના બે સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે તેમણે આ રકમ મંજૂર કરી છે.

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના : વડોદરા-ગાંધીનગર-ભાવનગર મહાનગરપાલિકા-ભૂજ નગરપાલિકાને વિકાસ કામો માટે રૂ. 259 કરોડ મંજૂર કર્યા
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના : વડોદરા-ગાંધીનગર-ભાવનગર મહાનગરપાલિકા-ભૂજ નગરપાલિકાને વિકાસ કામો માટે રૂ. 259 કરોડ મંજૂર કર્યા
author img

By

Published : Dec 24, 2020, 10:20 PM IST

  • આયોજનબદ્ધ શહેરી વિકાસ સુવિધાઓ માટે આ વર્ષે રૂ. 2241.61 કરોડ અત્યાર સુધી ફાળવાયા
  • વડોદરામાં બનશે કુલ 183 MLDના બે નવા સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
  • પાટનગર ગાંધીનગરમાં શહેરી સડક યોજના અન્વયે રૂ. 8.80 કરોડ મંજૂર
  • વિવિધ 6 સેકટરના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ થશે
  • અત્યાર સુધીમાં 2241.61 કરોડની ફાળવણી કરવામાં આવી

    ગાંધીનગર : સીએમ રૂપાણીએ નાણાંકીય વર્ષ 2020-21 માં અત્યાર સુધી કુલ રૂ. 2241.61 કરોડની રકમ મહાનગરો-નગરોને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવી છે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી સડક યોજનામાં મહાનગરપાલિકાને રૂ. 6 કરોડ 79 લાખની ગ્રાંટ ફાળવી છે, તદઅનુસાર, ગાંધીનગર મહાનગરમાં સેકટર 24,25,26 અને 27ના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ કામ અને સેકટર-17ના 5.83 કિ.મી તેમજ સે-19ના 5.24 કિ.મી.ની લંબાઇના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ કામ આ રાશિમાંથી હાથ ધરાશે.

  • ભાવનગરમાં પણ વિકાસના કામો માટે ફાળવણી

    સીએમ વિજય રૂપાણીએ ભાવનગર મહાનગરપાલિકાને જનભાગીદારીના કામો અન્વયે ખાનગી સોસાયટીમાં પેવીંગ બ્લોક નાખવાના કામો અને ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ વગેરે જનવિકાસ કામો માટે 60 લાખ રૂપિયા ફાળવ્યા છે. તેમણે ભૂજ નગરપાલિકાને આ હેતુસર રૂ. 4 કરોડની ફાળવણી કરી છે. પરિણામે રાજ્યના મહાનગરો-નગરોને વિશ્વકક્ષાના સ્માર્ટ સિટીઝ તરીકે વિકસીત થવાનો માર્ગ વધુ સરળ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.