ETV Bharat / city

રથયાત્રામાં કોરોના ગાઈડલાઇનો ભંગ કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી: પ્રદીપસિંહ જાડેજા - press conference for rathyatra

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશે કે નહીં તે સવાલ છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં હતો. પરંતુ આજે ગુરૂવારના રોજ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધીને આ પ્રશ્ન પર પૂર્ણવિરામ મૂકી દીધો છે.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Jul 8, 2021, 4:20 PM IST

  • રાજ્ય સરકારે જાહેર કરી રથયાત્રાની શરતો
  • Etv Bharatના પ્રશ્ન પર ગૃહપ્રધાન જાડેજાનો જવાબ
  • અમદાવાદમાં કોવિડના કેસોમાં વધારો થાય તેવી પ્રવૃત્તિ ચલાવી નહિ લેવાય
  • ગાઈડલાઇન્સનો ભંગ કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

ગાંધીનગર: રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સરકારની મંજૂરી પર રથયાત્રાની કરવાની જાહેરાત કરી છે કે, જ્યારે ગુરુવારે ભગવાન જગન્નાથ મંદિરમાં યોજાયેલી મામેરાની વિધિમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ત્યારે આ બાબતે ETV ભારત દ્વારા રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને સવાલ કર્યો હતો. જેના જવાબમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ફક્ત શરતી મંજૂરી આપવામાં આવી છે, અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થાય તેવી પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહપ્રધાને રથયાત્રાના નિર્ણયને લઈ યોજી પત્રકાર પરિષદ

આ પણ વાંચો: કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદિપસિંહ જાડેજા

શરતી પરવાનગી આપવામાં આવી

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા બાબતે શરતી પરવાનગી આપવામાં આવી છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું સખતમાં સખત રીતે પાલન કરવાનું રહેશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોરોના ગાઈડલાઈનનો વિરોધ કરશે અથવા તો ગાઈડલાઈનને અનુસરશે નહીં તેમને સ્થાનિક તંત્ર દ્વારા જે તે વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

સ્થાનિક તંત્ર દ્વારા થશે કાર્યવાહી

કોરોનાવાયરસના કડક પાલન બાબતે સ્થાનિક તંત્રને જવાબદારી સોંપવામાં આવી છે. આમ, કોઇપણ વ્યક્તિ જે રથયાત્રામાં જોડાયેલા હશે તેઓ કોરોનાની ગાઈડનું ઉલ્લંઘન કરશે તો સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જે તે વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મામેરા વિધિમાં જ કોરોના ગાઈડલાઇન્સના ધજાગરા

મોરબીમાં પણ નિજ મંદિર ખાતે મામેરાની વીધી યોજવામાં આવી હતી. જેમાં અનેક લોકો માસ્ક વગર દેખાયા હતા. જ્યારે મંદિરના પૂજારી એવા દાસજી મહારાજ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. આમ માત્ર મામેરા વીધીમાં જ મંદિર ખાતે યોજાયેલી ધાર્મિક વિધિમાં અનેક લોકોએ રથયાત્રા પહેલા જ ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કર્યું હોવાના દ્રષ્યો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રથયાત્રા બાબતે ચર્ચા, નિર્ણય અકબંધ

અમદાવાદમાં કેસોમાં વધારો થાય તેવી પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહિં

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં રથયાત્રાની મંજૂરી શરતોને આધીન આપવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં હવે કેસ વધી રહ્યા છે, ત્યારે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં કેસમાં વધારો થાય તેવી કોઈપણ પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ માટે પણ સ્થાનિક તંત્રને જવાબદારી સોંપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.