ETV Bharat / city

રાજ્ય સરકારનો નિર્ણય: રાજ્યમાં 2,000 નર્સોની થશે સીધી ભરતી - cm vijay rupani

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાન હેઠળ કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર 2,000 નર્સની સીધી ભરતી કરશે.

રાજ્યમાં 2,000 નર્સોની થશે સીધી ભરતી
રાજ્યમાં 2,000 નર્સોની થશે સીધી ભરતી
author img

By

Published : May 14, 2021, 7:31 AM IST

  • રાજ્ય સરકારનો કોવિડ-19ને લઈને નિર્ણય
  • કોર કમિટીમાં લેવાયો નિર્ણય
  • રાજ્ય સરકાર 2,000 નર્સની સીધી ભરતી કરશે

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં માનવબળ વધુ સુદ્રઢ બનાવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 2,000 જેટલી નર્સની સીધી ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: હાઈકોર્ટના લોકડાઉન અંગેના નિર્દેશ બાદ કોર કમિટી સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવાશે : CM રૂપાણી

તાત્કાલિક ધોરણે ભરતી થશે

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાન હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ માનવબળ વધુ સુદ્રઢ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય, 30 એપ્રિલ સુધી તમામ કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ

રાજ્યમાં કેટલી જગ્યાઓ છે ખાલી ?

કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં 2,019 જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર-સુશ્રૃષા સહિત અન્ય આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દરદીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.