ETV Bharat / city

Celebration Of 5 Years: સુરતમાં રાજ્યકક્ષાનો Employment Day કાર્યક્રમ, સરકાર દ્વારા 50,000 નિમણૂકપત્ર એનાયત કરાશે - સીએમ રુપાણી

6 ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ ( Employment Day ) નિમિત્તે સુરત ખાતે મુખ્યપ્રધાન દ્વારા શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો હેઠળ 50,000 યુવાઓને નિમણૂકપત્રો એનાયત કરાશે.

Celebration Of 5 Years: સુરતમાં રાજ્યકક્ષાનો Employment Day કાર્યક્રમ, સરકાર દ્વારા 50,000 નિમણૂકપત્ર એનાયત કરાશે

author img

By

Published : Aug 6, 2021, 6:16 AM IST

  • રાજ્યમાં 5 વર્ષની ઉજવણી નિમિતે 6 ઓગસ્ટેે રોજગાર દિનની ઉજવણી
  • પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર
  • 15 થી 28 વર્ષની વયમર્યાદામાં દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારી દર સૌથી નીચો
  • સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે
  • 18,174 ઔદ્યોગિક એકમોને એપ્રેન્ટીસ એક્ટ હેઠળ આવરી લઇ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
  • ઓનલાઇન 1947 ભરતી મેળાઓ યોજી 76,326 ઉમેદવારોને રોજગારી આપવામાં આવી

ગાંધીનગર: રાજ્ય સરકારમાં મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલને પાંચ વર્ષ પૂર્ણ થતા નવ દિવસની ઉજવણી ( Celebration Of 5 Years ) કરવામાં આવી રહી છે જેમાં 6 ઓગસ્ટના દિવસે રોજગારી દિન ( Employment Day ) તરીકેની ઉજવણી કરવામાં આવશે જેમાં સુરત ખાતે ૫૦ હજાર જેટલા યુવાનોને શિક્ષણ સહાયક નજર તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો હેઠળ નિમણૂક પત્ર પણ આપવામાં આવશે જ્યારે સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ રોજગાર દિનની ઉજવણી કરવામાં આવશે.
રાજયકક્ષાનો કાર્યક્રમ સુરત ખાતે યોજાશે
6 ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉર્જાપ્રધાન સૌરભ પટેલ તેમજ સાંસદ અને ભાજપ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ કરવામાં આવનાર છે. રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં પણ વિકાસ કામો સહિતના કામોની રફતાર જાળવી રાખી આ રોજગાર પ્રક્રિયા પૂર્ણ કરી છે તેના નિમણૂકપત્રો પણ આ દિવસે અર્પણ થશે. ‘રોજગાર દિવસ’ ( Employment Day ) નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો હેઠળ અંદાજે 50 હજાર યુવાઓને નિમણૂકપત્રો પણ એનાયત કરાશે. આ દિને ‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ સીએમ રૂપાણીના હસ્તે શુભારંભ થશે.
મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનામાં વિદ્યાર્થીઓને સહાય
લર્નિંગ વીથ અર્નિંગના અભિનવ અભિગમ સાથે રાજ્ય સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં 2.30 લાખથી વધુ યુવાનોને આ યોજનાનો લાભ મળ્યો છે. એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓને પ્રતિ માસ અભ્યાસની સાથે રૂ. 3000 થી રૂ. 4500 ના સ્ટાઇપેન્ડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના યુવાધનને વૈશ્વિક સીમાડાઓ સર કરવા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે. ગુજરાતમાં ભારતના સૌથી વધુ 24 ટકા એપ્રેન્ટિસ નોંધવામાં આવ્યા છે. બીજા રાજ્યોની સરખામણીમાં 26 ટકા જેટલા યુનિટનું એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન ગુજરાતમાં થયુ છે.

બિનઅનામત વિદ્યાર્થીઓને સહાય
ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે, જેણે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા હેઠળ બિનઅનામતના લોકો માટે 10 ટકા આરક્ષણનું અમલીકરણ કર્યુ છે. અત્યાર સુધીમાં 67 હજારથી વધુ પરિવારોએ આ યોજના અન્વયે રૂ.639 કરોડ જેટલો લાભ મેળવ્યો છે. બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખ સુધીની લોન 4 ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને કોલેજ અભ્યાસ માટે પણ 4 ટકાના વ્યાજ દરે રૂ.10 લાખ સુધીની લોન આપવામાં આવે છે, રાજ્યમાં અનેક યુવાઓને સરકારી નોકરીમાં તક મળી છે. સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં પ્રવર્તમાન 10 ટકા પ્રતિક્ષા યાદીનું કદ બેવડુ કરીને 20 ટકા કરવામાં આવ્યુ છે. છેલ્લા 4 વર્ષમાં બે લાખ યુવક-યુવતીઓને સરકારી સેવામાં નિયુક્તિ મેળવી છે અને હજુ વધુ 1 લાખ યુવાઓને સરકારી નોકરીમાં ભરતી કરવામાં આવશે. રાજ્યના યુવાઓને સ્પર્ધાત્મક ભરતીની પરીક્ષાની તાલીમ માટે સહાય આપવામાં આવે છે. વરસોથી સરકારી નોકરી માટે મૂકવામાં આવેલા પ્રતિબંધને દૂર કરીને રાજ્ય સરકારે યુવા શક્તિને સરકારી સેવામાં જોડી છે.
છેલ્લા 5 વર્ષમાં 17 લાખ યુવાઓને રોજગારી
છેલ્લા 5 વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા કુલ 17,05,003 ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી જે પૈકી 5394 રોજગાર ભરતીમેળાના આયોજન થકી 10,45,924 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. દેશના રક્ષણ કાજે ગુજરાતના નવયુવાનો વધુપ્રમાણમાં લશ્કરમાં ભરતી થાય અને ફરજની સાથે સાથે રોજગારી પણ મેળવી શકે તે માટે આ વિભાગ મારફત 30 દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે તેમજ 100 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં 140 નિવાસી તાલીમવર્ગો કરી 4019 યુવાનોને તાલીમ આપવામાં આવેલ છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન 3141 યુવાનો લશ્કરમાં પસંદગી પામ્યા છે. અને છેલ્લા બે વર્ષમાં 662 સેમીનારો કરી 60 હજારથી વધારે ઉમેદવારોને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ "પાંચ વર્ષ નારી ગૌરવના'' : મુખ્યપ્રધાન દ્વારા મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ

કેન્દ્ર સરકારના આંકડા જાહેર
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ફેબ્રુઆરી-2020 માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-2018 ’ મુજબ રોજગાર કચેરીઓ મારફતે 2017ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન, ભારત સરકાર દ્વારા જુન-2020માં બહાર પાડવામાં આવેલા પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર 15 થી 29 વર્ષની વયમર્યાદામાં થયેલા સર્વે અનુસાર દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો એટલે કે 8.4 છે.
1,39,911 ઉમેદવારોને ડિજિટલ માધ્યમથી નિમણૂક કરાઈ
રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી મેળવનાર ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાઓનુ આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે રોજગારી મેળવનાર યુવાનો માટે રોજગારી કયા માધ્યમથી મેળવવી તે વિકટ સમસ્યા બની હતી. જેના કારણે રાજ્ય સરકારે ઓનલાઇન 1947 ભરતી મેળાઓ યોજી ૭૬,૩૨૬ ઉમેદવારોને રોજગારી આપવામાં સફળતા મેળવી છે. રોજગાર કચેરીઓ મારફત 2020-21માં 1034 વેબીનાર યોજી 1,39,911 ઉમેદવારોને ડિઝીટલ માધ્યમથી માર્ગદર્શન પરુ પાડવામાં આવ્યું છે.

362 માનવ દિનની રોજગારી

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં વસતાં કુટુંબોને જીવન નિર્વાહની તકો વધારીને તેમનું જીવનસ્તર ઉંચુ લાવવાની આ સરકારની પ્રતિબદ્ધતા છે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત રાજ્યમાં 400 આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ, ગ્રામ્ય કક્ષાએ પશુઓની સારસંભાળ માટે 50 હજાર કુટુંબોને કેટલ શેડના બાંધકામની સહાય, શ્રમિકોને આપવામાં આવતું વેતન સમયસર તેમના બેન્ક ખાતામાં સીધેસીધું જમા કરવાનો પારદર્શક નિર્ણય, વર્ષ 2020માં 9.98 લાખ કુટુંબોને કુલ 362 લાખ માનવદિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે.

આ પણ વાંચોઃ "રૂપાણી સરકારના પાંચ વર્ષ" : મુખ્યપ્રધાનની જાહેરાત, "કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ બનાવાશે"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.