ETV Bharat / city

નિવેદનોની હોડ ભાજપના બે નેતાઓ આમને સામને

author img

By

Published : Jan 26, 2022, 1:25 PM IST

Updated : Sep 1, 2022, 12:02 PM IST

ગાંધીનગરમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું હતું. જેમાં તેમણે અમેરિકાની ઘટના મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું.

State Home Minister Harsh Sanghvi
State Home Minister Harsh Sanghvi

ગાંધીનગર: આજે 26મી જાન્યુઆરી 73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi saluted the flag) ગાંધીનગરના રામકથા મેદાન (Gandhinagar Ramakatha ground) ખાતે ધ્વજવંદન કર્યું હતું. જેમાં હર્ષ સંઘવીએ કેન્દ્ર સરકારે લોકડાઉનમાં કરેલી કામગીરી અને ભુપેન્દ્ર પટેલની સરકારની 121 દિવસની કામગીરીની ગાથા વર્ણવી હતી. જિલ્લાના ડીંગુચા ગામના 4 લોકોના અમેરિકા- કેનેડા બોર્ડર પર થયેલા મૃત્યુ બાબતે હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં આવી રીતે ગેરકાયદેસર રીતે થતા હ્યુમન ટ્રાફિકિંગ બાબતે રાજ્યની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં યુવાઓને વધુ તક, ગુજરાત ગ્રોથ એન્જીન

રાજ્યકક્ષાના ગૃહપ્રધાને (Republic day 2022) અમેરિકા અને કેનેડાની બોર્ડર પર બનેલી ઘટના બાદ મહત્વનું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં યુવાઓને સારી તકો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અનેક નવા નવા રોજગારો પણ આવે છે. સાથે જ ગુજરાતે ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન છે. જેથી આવી રીતે કોઈ પણ યુવાનો ગુજરાત છોડે નહીં.

રોજગારીની તક ન હોવાને કારણે યુવાનો ગેરકાયદેસર રીતે વિદેશ જઈ રહ્યા છે: નીતિન પટેલ

ઉલ્લેખનીય છે કે, સોમવારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમેરિકાની ઘટના ઉપર નિવેદન આપ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કોઈપણ પ્રકારની સુવિધા અને રોજગારીની તક ન હોવાને કારણે યુવાનો ગેરકાયદેસર રીતે વિદેશ જઈ રહ્યા છે. આ બન્ને નિવેદનો ભાજપ સરકારના જ અલગ- અલગ નેતાઓ દ્વારા આપવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ હ્યુમન ટ્રાફિકિંગ બાબતે તપાસ હાથ ધરી

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ (Harsh Sanghvi On Republic day 2022) અમેરિકાની ઘટનામાં વધુ એક મહત્વનું નિવેદન આપ્યું હતું કે, જે રીતે આ ઘટના સામે આવી છે. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. બનતી તમામ મદદ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે બે નંબર રીતે જે લોકો આ પ્રકારે વિદેશ જઈ રહ્યા છે અને જે લોકો વિદેશ જવાની લાલચમાં સામાન્ય લોકોને ફસાવી રહ્યા છે. રાજ્ય પોલીસ દ્વારા પણ આવા લેભાગુ એજન્ટો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં ગુજરાત પોલીસ આ બાબતે મહત્વની જાહેરાત પણ કરશે.

આ પણ વાંચો: CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન

વલસાડમાં નવવધુને પોલીસ સ્ટેશન બેસાડવા મામલે તપાસ હાથ ધરાઈ

રાજ્ય સરકાર આ સંક્રમણ રીતે વધી રહ્યું છે. ત્યારે અનેક શહેરો અને જિલ્લામાં રાત્રીના દસ વાગ્યા સુધી કરફ્યૂ અમલી છે. વલસાડમાં રાત્રી દરમિયાન જાન લગ્ન કરીને પરત ફરી રહી હતી, ત્યારે કરફ્યૂ ભંગનો ગુનો કરીને વર- વધૂ સહિત કુલ 10થી 12 લોકોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જેમાં મામલો વધુ બિચકાયો હતો. આ સમગ્ર મામલો મીડિયામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડાયેલા બંધારણમાં કોઈ ફેરફાર કરી શકે નહીં: સી.આર.પાટીલ

પોલીસની દરેક પગલાની સામાજિક અસર જોવાની પણ ફરજ છે: હર્ષ સંધવી

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, પોલીસે તમામ જગ્યાએ માનવીય અભિગમ સાથે રાખીને કામ કરવું જોઈએ. પોલીસની દરેક પગલાની સામાજિક અસર જોવાની પણ ફરજ છે. જ્યારે માર્ગે હેલ્મેટ જેવી ભૂલોને રીઢા ગુનેગારોની જેમ પોલીસે વર્તન ન કરવું જોઇએ. વલસાડમાં જે ઘટના બની છે તે બાબતે ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. હવે આવનારા સમયમાં આવી કોઇપણ પ્રકારની ઘટના ચલાવી નહી લેવાય તેવું પણ નિવેદન આપ્યું હતું.

Last Updated : Sep 1, 2022, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.