ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસમાં હવે (Corona Cases in Gujarat) દરરોજ ધીમેધીમે 20થી 30 કેસનો વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 456 કેસ નોંધાયા હતા. જ્યારે 386 દર્દી સાજા થયા હતા. તો સારી વાત એ છે કે, કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું.
સક્રિય કેસ વધ્યા - તો રાજ્યમાં અત્યારે કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા (Corona Active Cases in Gujarat) 3,548 છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 3 દર્દીને રાખવામાં આવ્યા છે. જ્યારે 3,545 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં 10,947 દર્દીના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો- Corona case in Surat: શહેરમાં કોરોના કેસમાં વધારો થતા તંત્ર દોડતું થયું
જૂઓ, ક્યાં કેટલા કેસ નોંધાયા
શહેર/જિલ્લો | કોરોનાના કેસ |
અમદાવાદ કોર્પોરેશન | 203 |
સુરત કોર્પોરેશન | 86 |
વડોદરા કોર્પોરેશન | 38 |
જામનગર કોર્પોરેશન | 01 |
ગાંધીનગર કોર્પોરેશન | 10 |
રાજકોટ કોર્પોરેશન | 00 |
ભાવનગર કોર્પોરેશન | 13 |
કચ્છ | 13 |
મહેસાણા | 13 |
નવસારી | 13 |
વલસાડ | 12 |
સુરત | 11 |
પાટણ | 05 |
અમદાવાદ | 04 |
આણંદ | 04 |
ભરૂચ | 04 |
ગાંધીનગર | 04 |
દ્વારકા | 03 |
પોરબંદર | 03 |
વડોદરા | 03 |
અરવલ્લી | 02 |
ભાવનગર | 02 |
મોરબી | 02 |
રાજકોટ | 02 |
સુરેન્દ્રનગર | 02 |
અમરેલી | 01 |
ગીર સોમનાથ | 01 |
જામનગર | 01 |
પંચમહાલ | 01 |
હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી - રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી (Corona Cases in Gujarat) રહ્યું છે અને દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું (State Health Minister Rishikesh Patel) હતું કે, કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ બીજી તરફ જોવા જોઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આમ, અત્યારે જે કોરોનાનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે. તે ફક્ત હળવા લક્ષણવાળો જ છે. તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.
આજે 12,372 રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ (Corona Vaccination in Gujarat) પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે ગઈકાલે (3 જુલાઈએ) સમગ્ર રાજ્યમાં કોરોનાની રસીના કુલ 12,372 ડોઝ અપાયા હતા. આ સાથે જ 7,012 પ્રિકોશન ડોઝ, જ્યારે 12થી 14 વર્ષના 276નું પ્રથમ ડોઝ અને 454નું બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની રસીના કુલ 11,15,32,706 ડોઝનું રસીકરણ (Corona Vaccination in Gujarat)પૂર્ણ થયું છે.