ETV Bharat / city

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત

કોરોનાની પ્રવર્તમાન સ્થતિને જોતા રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત રાખી છે.

author img

By

Published : Apr 15, 2021, 3:12 PM IST

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત
રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત
  • રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત
  • કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની પ્રવર્તમાન સ્થતિને જોતા વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત રાખી છે. ગાંધીનગરમાં આજે ગુરુવારે સવારે સેક્ટર વન ખાતે મળેલી કોર કમિટીની બેઠકમાં પરીક્ષા મુદે ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ બોર્ડના ચેરમેન, પ્રાથમિક શિક્ષણ નિયામક સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કેબિનેટ બેઠકમાં જોડાયા હતા. જ્યાં લાંબી ચર્ચા અને સમીક્ષા બાદ આ નિર્ણય લેવાયો છે.

કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને નવી તારીખો જાહેર કરાશે

રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10 મેથી 25 મે સુધી યોજાવાની હતી, તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આગામી તારીખ 15 મે સુધી મુલતવી રાખી છે. કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- 16 એપ્રિલથી શરૂ થતી GTUની પરીક્ષા મોકૂફ

પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય અપાશે

વિદ્યાર્થીઓએ પુર જોશમાં પરીક્ષાની તૈયારીઓનો પ્રારંભ કરી દિધો હતો. જેથી તેમના હિતને ધ્યાનમાં લઈને પણ કોર કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખો જાહેર કરતા પહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે કારણ કે, અચાનક તારીખો જાહેર થશે તો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીને લઈને મુશ્કેલી પડી શકે છે. જોકે, વિદ્યાર્થીઓને હવે પરીક્ષા માટે વધુ સમય મળશે.

આ પણ વાંચોઃ ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યપ્રધાનને પત્ર લખી બોર્ડની પરીક્ષા જૂનમાં લેવા કરી રજૂઆત

ધોરણ-1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ રહેલી છે. જેથી બોર્ડ સિવાયની અન્ય પરીક્ષા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને લઈ રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે. CBSCને લઈને પણ મહત્વનો નિર્ણય કરાયો હતો, જેમાં ધોરણ 10ની પરીક્ષા મોકૂફ રખાયા બાદ ગુજરાત સરકારે પણ પરીક્ષા મોફૂક રાખી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.