ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુમતીના જોડે કૃષિ બિલ પસાર કરવામાં આવ્યું છે. જેને લઇને રાજ્યના ખેડૂતોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આ બાબતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
રાજ્યમાં જ્યારથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. ત્યારથી રાજ્યના નાગરિકોનું મોટા પાયે શોષણ થઈ રહ્યું છે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યુ છે. નિવૃત્ત થયેલા લોકોને ફરીથી નોકરીઓ આપવાની અને શિક્ષિત યુવાનોને બેરોજગાર રાખવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં પાંચ દિવસનું ટૂંકું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં કૃષિ બીલને બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યુ છે. જેથી રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આ બિલ ઉપર પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે, પાર્ટીના વિસ્તાર માટે જવાની ખપાવી દીધી એ પાર્ટી આજે લોકોના શોષણ કરતા નિર્ણયો લે ત્યારે દુઃખ થાય છે. કૃષિ બિલ અને મજૂર બિલ થકી ભાજપે લોકો સાથે જે અન્યાય કર્યો છે તે આઘાતજનક છે.