ETV Bharat / city

ખેડૂત આંદોલનઃ શંકરસિંહ બાપુ ગાંધીનગરથી ગાંધી આશ્રમ પણ ના પહોંચી શક્યા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત - ગુજરાત પોલીસ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને લઇને છેલ્લા એક મહિનાથી સિંધુ બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે આ આંદોલનને સમર્થન આપવા અને કેન્દ્ર સરકાર આ કાયદો પાછો ખેંચે તેવી માંગ સાથે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકાર સમક્ષ પડકાર મૂક્યો હતો. ૨૫ ડિસેમ્બરના રાત્રીના બાર વાગ્યા પહેલા આ તમામ કાયદાઓ પાછા નહીં ખેેંચે તો બાપુ 26 ડિસેમ્બરના રોજ ગાંધીનગરથી ગાંધી આશ્રમ જઈને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી દિલ્હી જવા રવાના થવાના હતા. પરંતુ આજે વહેલી સવારે જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા બાપુ ઘરમાં રહ્યા હતા.

shankrsinh vaghela
shankrsinh vaghela
author img

By

Published : Dec 26, 2020, 3:15 PM IST

Updated : Dec 26, 2020, 4:18 PM IST

  • આંદોલનના સમર્થનનો હુંકાર કરતા શંકરસિંહ વાઘેલા ઘરની બહાર ન નીકળી શક્યા
  • શંકરસિંહ ગાંધીઆશ્રમ થઇને જવાના હતા દિલ્હી
  • પોલીસ છાવણીને કારણે બાપુએ ઘરે રહીને જ સંતોષ માન્યો

ગાંધીનગરઃ આજે સવારે 11 કલાકની આસપાસ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ગાંધીનગરથી અમદાવાદ ગાંધી આશ્રમ સુધી જવાના હતા. ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પાસે ‘ચલો દિલ્હી’ના હુંકાર સાથે દિલ્હી જવા રવાના થવાના હતા. પરંતુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી તેઓ ઘરમાં જ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ખાતેના તેમના સમર્થકોને અમદાવાદ પોલીસે ડિટેઇન કર્યા હતા.

શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા
આંદોલનને સમર્થન આપવા બાપુ જવાના હતા દિલ્હીશંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી હતી કે, દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન કરવા માટે તેઓ દિલ્હી જશે. આ બાબતે તેઓએ દિલ્હી પોલીસ કમિશનરને પણ પત્ર વ્યવહાર કરીને જાણ કરી હતી. પરંતુ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાનેથી જ તેઓ બહાર નીકળી શક્યા ન હતા.

આ પણ વાંચોઃ ભાજપને અટલજીનું માન હોય તો કાયદા પાછા ખેંચે, નહીં તો 26 ડિસેમ્બરથી આંદોલન કરીશું : શંકરસિંહ વાઘેલા

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકારને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, સરકાર 25 ડિસેમ્બર રાતના બાર વાગ્યા સુધી વિચારણા કરીને કૃષિ બિલ પાછું નહીં લે તો 26 ડિસેમ્બરેના રોજ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત કર્યા બાદ દિલ્હી ખાતે આ ચોક્કસ મુદ્દતના ધરણા કરશે.

પોલીસે વસંત વગડા પાસે ગોઠવ્યો હતો ચુસ્ત બંદોબસ્ત

ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા અમદાવાદ પહોંચી શક્યા ન હતા. કારણ કે, પોલીસે વસંત વગડા પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પરંતુ અમદાવાદમાં તેમના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર ખાતે પેનલ લગાવીને ખેડૂતો આંદોલનને સમર્થન આપ્યું હતું અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં પોલીસે તમામ કાર્યકર્તાઓ ની અટકાયત પણ કરી હતી.

Last Updated : Dec 26, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.