ETV Bharat / city

કૌશલાચાર્ય એવોર્ડ માટે ગુજરાતના 4 સુપરવાઇઝરની પસંદગી, રોજગાર કચેરીઓ દ્વારા નોકરી પૂરી પાડવામાં ગુજરાત અવ્વલ

દેશની 14 હજાર ITI (Industrial Training Institute)માંથી શ્રેષ્ઠ કામગીરી કરનાર 11 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (Supervisor Instructor)ની પસંદગી કૌશલાચાર્ય એવોર્ડ (Kaushalyacharya Award) માટે કરવામાં આવી છે. પસંદગી પામેલા આ 11 સુપરવાઇઝરમાંથી 4 ગુજરાતના છે, જેમાંથી સુરેન્દ્રનગર ITI (ITI Surendranagar)ના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર દીપક કુમાર રાઠોડે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

રોજગાર કચેરીઓ દ્વારા નોકરી પૂરી પાડવામાં ગુજરાત અવ્વલ

author img

By

Published : Oct 23, 2021, 6:37 PM IST

  • દેશભરમાંથી કૌશલાચાર્ય એવોર્ડ માટે 11 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી
  • સૌથી વધુ ગુજરાતના 4 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી
  • સુરેન્દ્રનગર ITIના સુપરવાઇઝર ઇસ્ટ્રકટરે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો

ગાંધીનગર: ભારત સરકાર દ્વારા કૌશલાચાર્ય એવોર્ડ (Kaushalacharya Award) માટે દેશની 14 હજાર ITIમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનાર 11 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (Supervisor Instructor)ની પસંદગી કરવામાં આવી છે, જેમા ગુજરાતના 4 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો સમાવેશ થયો છે જે ગુજરાત માટે ગૌરવપુર્ણ બાબત છે. સુરેન્દ્રનગર ITIના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર દીપક કુમાર રાઠોડે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.

કોલસેન્ટરથી રોજગારી આપવામાં આવી

રાજ્યમાં પ્રથમવાર કોલ સેન્ટરના માધ્યમથી રાજ્યનો કોઇપણ યુવાન જિલ્લા રોજગાર કચેરી સાથે સીધો સંવાદ કરી અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સરકારી યોજનાની માહિતી મેળવી શકે તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 'રોજગાર સેતુ' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 81,615 યુવાનોએ આ સેવાનો લાભ લીધો છે. વિભાગના આ પ્રકારના વિવિધ પ્રયાસોથી દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા નોકરી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ઉપરાંત રાજ્યનો બેરોજગારી દર પણ અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી નીચો છે.

રોજગારીની તકો ઊભી કરવી સરકારની પ્રાથમિક જવાબદારી

વ્યક્તિ થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્ર બને છે. શ્રમ અને રોજગાર વિભાગના માથે વ્યક્તિ ઘડતરની જવાબદારી છે. રાષ્ટ્રના કૌશલ્ય યુવાનોને ગૌરવપૂર્ણ રોજગારીની તકો ઊભી કરવી સરકારની પ્રાથમિક જવાબદારી છે. શ્રમ-રોજગાર ક્ષેત્ર વધુ સુદ્દઢ અને સરળ બને તેવી નવી ઘણી જ ભવિષ્યલક્ષી યોજનાઓ રાજ્યની પ્રગતિશીલ સરકાર દ્વારા ઘડવામાં આવી છે. તેમજ ભવિષ્યના સમયમાં પણ સ્કિલ્ડ કે સેમી-સ્કિલ્ડ ઉમેદવારોને યથાયોગ્ય કામ મળી રહે તે પ્રમાણેના બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આવેલી કુલ 595 સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ ખાતે 77 રાષ્ટ્રીય કક્ષાના તથા 49 રાજ્ય કક્ષાના ટ્રેડમાં તાલીમ અપાઈ રહી છે.

સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને કૌશલાચાર્ય એવોર્ડથી સન્માનિત કરાશે

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડીપાર્ટમેન્ટ દ્વારા દેશની 14,000 ITIમાંથી શ્રેષ્ઠ કામગીરી અંગે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને કૌશલાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. કૌશલાચાર્ય એવોર્ડ માટે દેશભરમાંથી માત્ર 11 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના જ 4 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી થવા પામી છે, જે ગૌરવની બાબત છે.

ગુજરાતના કયા 4 ઇન્સ્ટ્રક્ટરની પસંદગી કરાઈ

ગુજરાતના ચાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર ITIના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર દીપકકુમાર નારાયણભાઇ રાઠોડે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું અને સુરેન્દ્રનગર ITIનું ગૌરવ વધાર્યુ છે. તે ઉપરાંત રાજકોટ ITIના ઇલેક્ટ્રિશિયન ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર દીનેશભાઈ બી. ઠકરાર, વડોદરા તરસાલી ITIના ફીટર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર કંચન ટી. વસાવા અને વડોદરા દશરથ ITIના ડીઝલ મિકેનિકલ ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર બિપીનભાઇ ટી. કાશવાલા, એમ મળી કુલ 4 સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા. તા 17-9-2021ના રોજ નવી દિલ્હી ખાતે વર્ચ્યુઅલ પ્રોગ્રામ યોજી ગુજરાતમાં NIC સેન્ટર, અમદાવાદ ખાતે કૌશલાચાર્ય એવોર્ડ-2021 એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કોલ સેન્ટર માધ્યમથી યુવાઓને રોજગારી

દેશમાં પ્રથમવાર કોલ સેન્ટરના માધ્યમથી રાજ્યનો કોઇ પણ ઉમેદવાર જિલ્લા રોજગાર કચેરી સાથે સીધો સંવાદ કરે છે. આ સુવિધા ફક્ત એક સિંગલ નંબર 6357390390 ડાયલ કરવાથી ઉપલબ્ધ કરવામાં આવી છે. જાન્યુઆરી 21થી અત્યાર સુધીમાં 81,615 યુવાનોએ આ સેવાનો લાભ લીધો છે. 'રોજગાર સેતુ' પ્રોજેક્ટના પરિણામલક્ષી માધ્યમ દ્વારા તથા મહત્તમ યુવાનોને મળેલા માર્ગદર્શનના ફળસ્વરૂપે યુવાનો યોગ્ય રોજગારી મેળવવા સક્ષમ બન્યા છે. રાજ્યભરના વિવિધ કાર્યક્રમો હેઠળ સરકારી વિભાગોમાં વિવિધ સંવર્ગમાં પસંદગી પામેલા તથા રોજગાર કચેરીઓ દ્વારા યોજાતા ઓનલાઈન ભરતી મેળામાં ખાનગીક્ષેત્રમાં પસંદગી પામેલા ઉમેદવારોનો સમાવેશ કરી કુલ 57,636 યુવાનોને નિમણૂકપત્રો આપવામાં આવ્યા છે, જેમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મહતમ 31,084 યુવાનોને નિમણુકપત્રો આપવામાં આવ્યા છે. આમ, રોજગાર કચેરીઓ મારફતે રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે.

કેન્દ્ર સરકારના આંકડા

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળથી પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર વર્ષ 2018 માટે રોજગાર કચેરીઓ દ્વારા સમગ્ર દેશમાં 4 લાખ અને 4 હજાર યુવાનોને આપેલી રોજગારીમાંથી ગુજરાત રાજ્યએ 3 લાખ 42 હજાર યુવાનોને રોજગારી આપી છે અને આ મામલે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યુ છે. એટલુ જ નહીં, ગુજરાતનો બેરોજગારીનો દર પણ અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી નીચો રહ્યો છે. જુલાઈ-2019 થી જુન-2020 સમયગાળામાં હાથ ધરાયેલા સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર 4.8 ટકા છે, જયારે ગુજરાતમાં માત્ર 2.0 ટકા જ છે, જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે.

આ પણ વાંચો: રાજકોટમાં City Bus કંડકટરોની Strike થી મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં

આ પણ વાંચો: રાજ્યમાં લોક રક્ષક જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ : 10,459 જવાનોની થશે ભરતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.