- રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ કર્યું જાહેર
- ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપની સત્તા
- અમદાવાદ કોર્પોરેશન પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
- જૂનાગઢ કોર્પોરેશન પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સપ્ટેમ્બર માસમાં જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 3 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે 5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા સહિત નગરપાલિકાઓની ખાલી પડેલી 45 બેઠકોમાં તથા થરા નગરપાલિકા,0 ઓખા નગરપાલીકા, ભાણવડ નગરપાલિકાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ જગ્યાએ મતગણતરી પૂર્ણ થતાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ક્યાં કોણ જીત્યું ?
- ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકોની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૪૧ બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને બે બેઠકો અને આમ આદમી પાર્ટીને એક બેઠક પ્રાપ્ત થઇ છે.
- અમદાવાદ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3 ની એક બેઠક અને વોર્ડ નંબર 45 ની એક બેઠક આમ બન્ને બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે.
- જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 8 ની એક બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.
- થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણની ચાર બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તથા ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર 8 ની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થયા છે. સાથે જ થરા ઓખા અને ભાણવડ નગરપાલિકાની ફાઈલમાં રહેલ 78 બેઠકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 56 બેઠકો અને કોંગ્રેસને 22 બેઠકો પ્રાપ્ત થઈ છે.
- નગરપાલિકાઓની ખાલી પડેલ 45 બેઠકોમાંથી ચાણસ્મા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની એક બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેસાણા નગરપાલિકાની વોર્ડ નંબર છ ની એક બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તથા તરસાડી નગર પાલિકાની વોર્ડ નંબર ત્રણની એક બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
- નગરપાલિકાની પેટાચૂંટણી હેઠળની 42 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીને 34 બેઠકો કોંગ્રેસને 3 બેઠકો, જ્યારે ઓલ ઇન્ડિયા મજલીસએ ઇતિહાદ ઉલ muslimeen પાર્ટીને એક બેઠક અને અપક્ષને ચાર બેઠક પ્રાપ્ત થઇ છે.
નિઝર તાલુકાની 12 અને વિસાવદર તાલુકાની ચાર ટેબલ બેઠકોના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા
આ ઉપરાંત જિલ્લા પંચાયતની ખાલી પડેલા આઠ બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીને પાંચ બેઠકો, કોંગ્રેસને ત્રણ બેઠકો પ્રાપ્ત થઈ છે. જ્યારે તાલુકા પંચાયતની ખાલી પડેલી 48 બેઠકોમાંથી નિઝર તાલુકાની 12 અને વિસાવદર તાલુકાની ચાર ટેબલ બેઠકોના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા છે, જ્યારે ખેરાલુ તાલુકાની 7 અને હારિજ તાલુકાની 12 એમ બે બેઠકમાં કોઈ ફોર્મ ભર્યા નથી. આમ તાલુકા પંચાયતોની ચૂંટણી હેઠળની 43 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીને 26 બેઠકો કોંગ્રેસને 14 બેઠકો આમ આદમી પાર્ટીને 3 બેઠકો અને અપક્ષને 1 બેઠક પ્રાપ્ત થઇ છે.