ETV Bharat / city

Gujarat Budget 2022: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ માટે રૂપિયા 670 કરોડની ફાળવણી

author img

By

Published : Mar 3, 2022, 5:38 PM IST

ગુજરાત રાજ્યમાં આંતર માળખાકીય સેવાઓ જેવી કે રોજગારીની તકોનું સર્જન કરવા IT ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રહી છે. સરકારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ માટે વિકાસ અર્થે જોગવાઈ કરી છે. જેમાં અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી (Drone technology) આરોગ્ય, માળખાકીય કામો તથા કાયદો અને વ્યવસ્થા માટે આયોજનનું માળખું ખૂબ જરૂરી ગણાવ્યું છે.

Gujarat Budget 2022: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ માટે રૂપિયા 670 કરોડની ફાળવણી કરવામા આવી

ગાંધીનગર: રાજ્યમાં ડિજિટલ સેવાઓનો (Digital Services) વ્યાપ વધારવા માટે આંતર માળખાકીય સેવાઓ તેમજ રોજગારીની તકોનું સર્જન કરવા IT ક્ષેત્ર ખૂબ મહત્નેવ રહ્યું છે.જેને ગુજરાત સરકાર પ્રોત્સાહન આપવા કાર્યરત છે. ગુજરાત સરકારે ભારત નેટ પ્રોજેકટ દ્વારા ઇન્ટરનેટ ગામેગામ પહોંચાડ્યું છે. જેને કારણે લોકો સુધી રોજગારીની માહિતી વ્યાપક રીતે ઇન્ટરનેટ દ્વારા મળી છે. જેથી ગુજરાત સરકારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ માટે વિકાસ અર્થે જોગવાઈ કરેલ છે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ માટે વિકાસ અર્થે જોગવાઈઓ

  • IT અને BT પોલીસી (IT and BT policy)અંતર્ગત લાયકાત ધરાવતાં એકમો અને વ્યકિતઓને સહાય આપવા માટે રૂપિયા 111 કરોડની જોગવાઈ કરી છે.
  • ભારતનેટ પ્રોજેકટ દ્વારા રાજ્યની 14,000થી વધુ ગ્રામ પંચાયતોને ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા ઇન્‍ટરનેટથી જોડાણ કરી ગુજરાત દેશમાં સર્વ પ્રથમ સિદ્ધિ હાંસલ કરનાર રાજ્ય બન્યું છે. આ હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી ગામમાં આવેલી શાળાઓ, આંગણવાડી, સ્વાસ્થ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન, બીજી સરકારી અને સહકારી સંસ્થાઓને જોડાણ આપવા માટે જોગવાઈ રૂપિયા ૭૩ કરોડ.
  • સાયન્સ સિટીમાં માનવ અને જીવવિજ્ઞાન ગેલેરી સ્થાપવા માટે રૂપિયા 250 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે જે પૈકી આગામી વર્ષે જોગવાઈ રૂપિયા ૪૫ કરોડ.
  • 3 મહાનગરો સુરત ,જામનગર અને જુનાગઢ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્‍દ્રોના વિકાસ અને 25 જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રોના વિકાસના કામો હાથ ધરવામાં આવશે. જે માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ કરેલ છે.
  • સરકારના આઈ.ટી. માળખાને સાઇબર જોખમો સામે રિયલટાઇમ સુરક્ષા પૂરી પાડવા સિક્યુરિટી ઓપરેશન સેન્ટર પ્રોજેકટ માટે 10 કરોડની જોગવાઈ કરવામા આવી છે.
  • ઇલેક્ટ્રોનિક સીસ્ટમ ડીઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતને રોકાણનંષ હબ બનાવવા અને પ્રોત્સાહનો દ્વારા ઉદ્યોગોને આકર્ષવા રાજ્યમાં ઇલેક્ટ્રોનિકસ મિશનની સ્થાપના કરવાનું આયોજન.
  • આજના ઇલેકટ્રોનિક યુગમાં 108 એમ્બ્યુલન્‍સ સેવા, સરકારી યોજનાકીય લાભો, ઓનલાઇન બેન્‍કીંગ સેવા, નોકરી કોન્ટ્રાકટ માટે ઓન લાઇન અરજી, ઓનલાઇન શિક્ષણ, ઈ કોમર્સ જેવી તમામ સેવાઓ માટે મોબાઇલ નેટવર્ક મુખ્ય માળખાકીય સુવિધા તરીકે ઉપસી આવેલ છે. આદિજાતિ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સુવિધા સહેલાઇથી મળી શકે તે માટે 500 નવા મોબાઇલ ટાવર આવતા બે વર્ષમાં ઉભા કરવામાં આવશે. જે માટે રૂપિયા 100 કરોડની જોગવાઇ.
  • દરેક કુટુંબ દ્વારા ઉપાડવામાં આવેલ જથ્થાની વિગતો માય રેશન મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન કરી ડીજીટાઇઝેશનના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થામાં સરળતા અને પારદર્શિતા લાવવાનો પ્રયત્ન રાજય સરકારે કરેલ છે. આ પ્રક્રિયાને વધુ વેગ આપી રાજયની તમામ વાજબી ભાવની દુકાનોમાં ઇલેકટ્રોનિક વજનકાંટા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • ગ્રામ્ય કક્ષાએ વધુ સારી કનેકટીવીટી ઉપલબ્ધ કરાવી 108 એમ્બ્યુલન્‍સ સેવા, સરકારી યોજનાકીય લાભો, ઓનલાઇન બેન્‍કીંગ સેવા, નોકરી કોન્ટ્રાકટ માટે ઓનલાઇન અરજી, ઓનલાઇન શિક્ષણ, ઈ કોમર્સ જેવી તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવા ગ્રામ્ય કક્ષાએ ફ્રી વાઇફાઇની સુવિધા પૂરી પાડવામાં આવશે. સરકારી યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવા ઈ ગ્રામ યોજનાને સુદ્રઢ કરવામાં આવશે.
  • મોબાઇલ એપ્લીકેશન દ્વારા બસનો સમય, વર્તમાન લોકેશન તથા ઉપલબ્ધ સીટોની વિગતો તેમજ તમામ બસ સ્ટેશનો પર પબ્લિક ઇન્ફર્મેશન સીસ્ટમ ઉપલબ્ધ કરાવવા જોગવાઇ રૂપિયા 2 કરોડ.

આ પણ વાંચો: Gujarat Budget 2022: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે ફાળવવામાં આવ્યા 517 કરોડ

ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી માળખાકીય કામો તથા કાયદો અને વ્યવસ્થા

અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી અને ડ્રોનના ઉપયોગથી સર્વિસ ડિલિવરીની કાર્યક્ષમતા વધારવા અને વહીવટી પ્રક્રિયાઓમાં સુધારાઓ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. રાજ્યમાં આગામી દિવસોમાં ડ્રોન સર્વિસ પ્રોવાઇડરોની ક્ષમતાવર્ધન માટે ડ્રોન સંશોધન અને વિકાસ કેન્દ્ર તેમજ ડ્રોન તાલીમ સંસ્થાઓ સ્થાપી કૃષિ, જમીનમાપણી, આરોગ્ય, માળખાકીય કામો તથા કાયદો અને વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધારવાનું આયોજન છે.

  • ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ રૂપિયા 35 કરોડ.
  • ડ્રોન સ્કીલ ઇન્‍સ્ટીટયુટની સ્થાપના માટે જોગવાઈ રૂપિયા 20 કરોડ.
  • IITRAMમાં ડ્રોન ટેકનોલોજી, આર્ટીફિશીયલ ઇન્‍ટેલીજન્‍સ (Artificial Intelligence)અને મશીન લર્નીગ અને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે જોગવાઇ રૂપિયા 6 કરોડ.
  • ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારની મિલકતની માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવા માટે “સ્વામીત્વ યોજના” (Ownership scheme)અમલી.

આ રીતે સરકારે આધુનિક યુગને ધ્યાનમાં રાખી આંતરીક માળખાકીય સેવાઓ તેમજ રોજગારીની તકોનું સર્જન કરવા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રે સરકાર સતત કાર્યરત છે. તેમજ અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી રાજ્યમાં આરોગ્ય, માળખાકીય કામો તથા કાયદો અને વ્યવસ્થા (Law and order) જેવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધારવાનું આયોજન છે.

આ પણ વાંચો: Increasing rate of urbanization : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 14,297 કરોડની જોગવાઇ કરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.