ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2021)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે 19 ડિસેમ્બરના રોજ 8684 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા સવારના સાત વાગ્યાથી સાંજના 6 કલાક સુધી ચાલી હતી, જેમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ આવી છે, જ્યારે સમગ્ર રાજ્યમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન નોંધાયું છે..
મતદાનની સરેરાશ ટકાવારી | |
દક્ષિણ ગુજરાત | 57 ટકા |
ઉત્તર ગુજરાત | 62 ટકા |
સૌરાષ્ટ્ર, કચ્છ | 60 ટકા |
મધ્ય ગુજરાત | 58 ટકા |
રાજ્યમાં સરેરાશ કુલ મતદાન | 62 ટકા |
પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ
રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 6656 જેટલા મતદાન મથકો સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 3074 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલ મતદાન મથક (Sensitive election booth in gujarat) તરીકે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
ચૂંટણીની વિગતો
સંપૂર્ણ બિનહરીફ ગ્રામપંચાયત | 1,167 |
સંપૂર્ણ બિનહરીફ સરપંચ | 1,167 |
સંપૂર્ણ બિનહરીફ સભ્ય/વોર્ડ | 9,669 |
અંશતઃ બિનહરીફ ગ્રામ પંચાયત | 6,446 |
અંશતઃ બિનહરીફ સરપંચ | 451 |
અંશતઃ બિનહરીફ સભ્ય/વોર્ડ | 26,254 |
ખાલી રહેલી બેઠકો ગ્રામ પંચાયત | 2,651 |
ખાલી રહેલી બેઠકો સરપંચ | 65 |
ખાલી રહેલી બેઠકો સભ્ય/વોર્ડ | 3,155 |
હરીફાઈમાં રહેલી ગ્રામપંચાયતોની વિગતો
ગ્રામ પંચાયત | 8,684 |
સરપંચ | 8,560 |
સભ્ય વોર્ડ | 53,507 |
હરીફાઈમાં રહેલા ઉમેદવાર
ગ્રામ પંચાયત | 8,684 |
સરપંચ | 8,560 |
સભ્ય | 53,507 |
મતદાન મથકની સંખ્યા | 23,097 |
સંવેદનશીલ મતદાન મથકો | 6,656 |
અતિ સંવેદનશીલ મતદાન મથકો | 3,074 |
ઉપલબ્ધ મતપેટીઓ | 59,694 |
ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મતપેટીઓ | 37,429 |
ચૂંટણી અધિકારીઓ | 2,546 |
મદદનીશ ચૂંટણી અધિકારી | 2,827 |
પોલીંગ સ્ટાફ | 1,37,466 |
પોલીસ સ્ટાફ | 51,747 |
મતદારોની કુલ સંખ્યા | 1,82,15,013 |
મહિલા મતદારો | 88,45,811 |
પુરુષ મતદારો | 93,69,202 |
21 ડિસેમ્બરના રોજ યોજાશે મતગણતરી
19 ડીસેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી થયા બાદ તમામ મતદાન પેટીઓને પોલીસની નજર અને સુરક્ષા હેઠળ સટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. હવે 21 ડિસેમ્બરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જરૂર જણાય તો 20 ડીસેમ્બરના રોજ પુન:મતદાન (Re election of Gujarat Gram Panchayat) કરવામાં આવશે. ઉપરાંત 24 ડીસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે..
આ પણ વાંચો: Gram Panchayat Election in Rajkot: રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં મતદાન પૂર્ણ
આ પણ વાંચો: Kutch Murder in Panchayat Election: ક્ચ્છ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ વચ્ચે 16 વર્ષીય કિશોરની હત્યા