ETV Bharat / city

વિધાનસભા ગૃહને UV લાઈટથી સેનિટાઈઝ કરવામાં આવ્યું

ગત મંગળવારે વિધાનસભા ગૃહમાં એક સાથે 5 જેટલા ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. વિધાનસભા ગૃહને UV લાઈટથી સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહનો તમામ સરફેઝ UV લાઈટની મદદથી સેનિટાઈઝ કરાયો હતો. જ્યારે મોડી રાત્રી દરમિયાન 3 UV લાઈટની મદદથી ગૃહને એર સેનિટાઈઝ પણ કરાયું હતું.

વિધાનસભાના સભ્ય સંક્રમિત થવાનો મામલો
વિધાનસભાના સભ્ય સંક્રમિત થવાનો મામલો
author img

By

Published : Mar 24, 2021, 11:08 PM IST

  • વિધાનસભાના સભ્ય સંક્રમિત થવાનો મામલો
  • બુધવારે સવારે વિધાનસભા ગૃહને UV લાઇટથી સેનેટાઈઝ કરી
  • માસ્કનો દંડ 500થી વધારીને 1000 કરવામાં આવ્યો

ગાંધીનગર: ગત મંગળવારે વિધાનસભા ગૃહમાં એક સાથે 5 જેટલા ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. વિધાનસભા ગૃહને UV લાઈટથી સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહનો તમામ સરફેઝ UV લાઈટની મદદથી સેનિટાઈઝ કરાયો હતો. જ્યારે મોડી રાત્રી દરમિયાન 3 UV લાઈટની મદદથી ગૃહને એર સેનિટાઈઝ પણ કરાયું હતું સાથે જ સેનિટાઈઝરની મદદથી પણ ગૃહને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. આમ, UV લાઈટ દ્વારા હવામાં રહેલો એક પણ વાયરસ જીવી શકતો નથી, તેવો દાવો વિધાનસભા અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ગૃહમાં રહેલી તમામ ફાઈલ-દસ્તાવેજો પણ UV લાઈટ - સેનિટાઈઝર - સ્પ્રેની મદદથી સેનિટાઈઝ કરાયા હતા.

બુધવારે સવારે વિધાનસભા ગૃહને UV લાઇટથી સેનેટાઈઝ કરી

માસ્કનો દંડ હવે 500ની જગ્યાએ 1000

વિધાનસભા ગૃહમાં અને સંકુલમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે, જ્યારે ગૃહમાં પણ અનેક ધારાસભ્યો માસ્ક બરાબર પહેરતા નથી. જે બાબતે અધ્યક્ષ દ્વારા અનેક વખત ટકોર પણ કરવામાં આવી હતી ત્યારે અધ્યક્ષ દ્વારા માસ્ક વગર ફરતા ધારાસભ્યો અને કર્મચારીઓને 500 રૂપિયાની જગ્યાએ 1000ના દંડની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કોરોનાને લઈને વિધાનસભા સત્ર ટૂંકાવવાનું કોઈ આયોજન નથી: નીતિન પટેલ

લિફ્ટમેનને આપવામાં આવ્યા ગ્લવ્ઝ

વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થવાને મામલે બુધવારથી જ અધ્યક્ષના આદેશનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિધાનસભાના લિફ્ટમેનને ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. જેથી હવે લિફ્ટમેન પણ ગ્લોવ્ઝ પહેરીને જ ફરજ બજાવશે.

ધારસભ્ય હવે એક સાથે બેસીને નાસ્તો નહી કરી શકે

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં એવી પણ જાહેરાત કરી હતી કે, ધારાસભ્યો હવે ભોજનાલયમાં એકસાથે બેસીને નાસ્તો નહી કરી શકે તેમજ ધારાસભ્યોની ભોજનાલયમાં હવે સૂકો અને ગરમ નાસ્તો જ પ્રાપ્ત થશે, જ્યારે વિધાનસભા પરિસરમાં માસ્ક યોગ્ય રીતે પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને જો માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 500ના દંડની રકમ વધારીને રૂપિયા 1000 કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ આવેલી વિગતો

મુખ્યપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા નાયબ સચિવ કોરોના ગ્રસ્ત થયા છે. ગઈ રાત્રી દરમિયાન નાયબ સચિવ પરાગ શુક્લ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ આવતાં નાયબ સચિવ હોમ ક્વોરન્ટિન થયા હોવાની વાત સામે આવી છે. આમ, સચિવાલયમાં વધુ એક અધિકારી કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે શુક્રવારે 5 જેટલા સનદી અધિકારો કોરોના સંક્રમિત થયા હતા.

આ પણ વાંચો: વિધાનસભામાં કોરોના કેસ યથાવત, CMOમાંથી નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટિવ

ચાલુ સત્રમાં સંક્રમિત થયેલા સભ્યો

1. ઇશ્વરસિહ પટેલ (પ્રધાન)

2. બાબુભાઈ પટેલ

3. શૈલેષ મહેતા

4. મોહનસિંહ ઢોડિયા

આજે બુધવારે પોઝિટિવ આવેલા

5. પુંજાભાઈ વંશ

6. નૌશાદ સોલંકી

7. ભીખાભાઇ બારૈયા

8. વિજય પટેલ

9. ભરતજી ઠાકોર

આમ, હવે સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભા સંકુલ પણ હવે કોરોનાથી બચી શક્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.