ETV Bharat / city

ચૂંટણીનો કર્યો બહિષ્કાર : ફાળો કરીને ભાડાના મકાનમાં બાળકો અભ્યાસ કરે છે - KhedBrahma Assembly Election 2022

રાજ્યના રાધીવાડ ગામના લોકોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat assembly elections 2022) બહિષ્કાર કર્યો છે. ગામ લોકોએ સરકારી શાળાને લઈને અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. આ ગામમાં બાળકો ભાડાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે. Sabarkantha villagers boycott

ચૂંટણીનો કર્યો બહિષ્કાર : ફાળો કરીને ભાડાના મકાનમાં બાળકો અભ્યાસ કરે છે

author img

By

Published : Sep 2, 2022, 4:40 PM IST

ગાંધીનગર ગુજરાત માટે વર્ષ 2022 ચૂંટણીને લઈને અતિ મહત્વનું ગણવામાં આવે છે અને નવરાત્રી બાદ દિવાળીની આસપાસ ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે અનેક સમસ્યાઓ સરકાર સામે આવી રહી છે. જેમાં ખેડબ્રહ્માના રાધીવાડ ગામના લોકોએ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીના બહિષ્કાર (Radhiwad villagers election boycotted) કર્યો છે, કારણ કે રાતીવાડ ગામની શાળાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાના કારણે વર્ષ 2022ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાનો પોસ્ટર પર ગામમાં (Gujarat assembly election 2022) લગાવવામાં આવ્યા છે.

રાધિવાડ ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો, શાળાની ખરાબ પરિસ્થિતિ કારણભૂત

શું કહે છે સ્કૂલ મેનેજમેન્ટના અધ્યક્ષ રાધીવાડ ગામની સરકારી શાળાના સ્કૂલ મેનેજમેન્ટના અધ્યક્ષ મનહરસિંહ ખેર જણાવ્યું હતું કે, ગામની શાળા 60 વર્ષ સુધી છે, જ્યારે જર્જરિત શાળા હોવાના કારણે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 15 માર્ચ 2018ના દિવસે આ શાળાના આઠમાંથી સાત ઓરડાઓનો યુઝ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે એક રૂમ છે જેમાં કોમ્પ્યુટર રૂમ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. જેથી શાળા બંધ કરીને અત્યારે હવે ભાડાના મકાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. Sabarkantha villagers boycott, Gujarat assembly elections 2022

બાળકોને નહીં ભણાવવાનું આંદોલન અધ્યક્ષ મનહરસિંહ ખેર વધુમાં જણાવ્યું હતું કે શાળાના ઓરડા બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. જ્યારે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે પગલાં લે તેને ધ્યાનમાં લઈને માર્ચ મહિનામાં બાળકોને નહીં ભણવાનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જે તંત્રને ખબર પડતા DPO અધિકારી આવ્યા હતા. તેઓએ અમને બે માસના કામગીરી શરૂ કરવાની બાહેદરી ખાતરી આપી હતી. તેમ છતાં પણ હજુ સુધી કોઈપણ પ્રકારનું કામ શરૂ થયું નથી. જેથી અમે હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો વિધાનસભા 2022 ચૂંટણી પહેલા કરણી સેના કરશે મહા સંમેલન, સમાજની તાકાત બતાવવાનો મુખ્ય ઉદ્દેશ

800 રૂપિયા ભાડું ગામના 135 જેટલા બાળકોને ભાડાના મકાન રાખીને તેમને ભણાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે તો શાળાના ભંડોળ અને જો શાળાનું ભંડોળ ખૂટી પડે તો કોઈ પાસે ફાળો કરીને ભાડું ભરીયે તેવું નિવેદન ખેરે આપ્યું હતું. જ્યારે અગાઉ પણ DPO દ્વારા બે માસ રાહ જોવાની સૂચના આપવામાં આવી હતી. જે બે માસમાં કામગીરી શરૂ થશે ટેન્ડર પાસ થઈ ગયો હોવાની વાત પણ સામે આવી હતી, પરંતુ તેમ છતાં પણ હજુ સુધી કોઈ કામગીરી ન થતા અંતે ગ્રામજનોએ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નક્કી કર્યું છે.(boycotted elections in KhedBrahma People)

વાત સામે આવી છે, તપાસ સંપૂર્ણ થશે : અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કે જેઓ કોંગ્રેસમાંથી ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય બન્યા હતા, પરંતુ હવે તેઓએ પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે, ત્યારે આ બાબતે અશ્વિનકોટ વાલે જણાવ્યું હતું કે, વાત સામે આવી છે અને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. વહેલામાં વહેલી તકે સમસ્યાનું સમાધાન થઈ જાય તેવી રીતના (Boycott Gujarat Election 2022) પ્રયત્નો પણ કરવામાં આવશે.

આ પણ વાંચો ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી પહેલા આપમાં પડ્યું ગાબડું, આપના 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ગ્રામજનોએ આપી ચીમકી ખેડબ્રહ્મા રાધીવાડ ગામના ગ્રામ્યજનોએ સ્પષ્ટ સૂચના આપી છે કે, છેલ્લા કેટલાય સમયથી અન્ય એક વખત સ્થાનિક તંત્ર અને ઉચ્ચ કક્ષાએ લેખિતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ હજી સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી અને છેલ્લા ચાર વર્ષથી આ ગામની પ્રાથમિક શાળાનું નોનયુઝમાં છે. નવા ઓરડા બનાવવામાં આવી રહ્યા નથી. ત્યારે સમસ્ત રાધીવાડ ગામના મતદારો 2022ની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે, સ્કૂલનું નવીન મકાન નહીં બને તો વોટ નહીં મળે તેવું પણ સૂત્ર જાહેર કર્યું છે. જે આ ઉપરાંત રાધીવાડ ગામમાં કોઈપણ રાજકીય પક્ષના નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા પણ બોર્ડ શાળાની બહાર લગાવવામાં આવ્યા છે. assembly election boycott list 2022, KhedBrahma Assembly Election 2022

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.