ETV Bharat / city

કુડાસણના આદિશ્વર જ્વેલર્સમાં લૂંટારૂઓનું ખુલ્લેઆમ ફાયરિંગ, માલિકને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ - ગાંધીનગરના તાજા સમાચાર

ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી આદિશ્વર જ્વેલર્સ નામની દુકાનમાં એક બાઈક ઉપર આવેલા ત્રણ લૂંટારૂઓએ લૂંટ કરવાના ઇરાદે ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. જેમાં દુકાન માલિકને ગોળી વાગતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાટનગરના ઇતિહાસમાં જ્વેલર્સ ઉપર ગોળીઓ વરસાવવાનો આ પ્રથમ બનાવ બન્યો હતો.

ETV BHARAT
કુડાસણના આદિશ્વર જ્વેલર્સમાં લૂંટારૂઓનું ખુલ્લેઆમ ફાયરિંગ, માલિકને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ
author img

By

Published : Feb 7, 2020, 1:06 AM IST

ગાંધીનગર: કુડાસણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં આવેલી ન્યુ આદિશ્વર જ્વેલર્સ નામની દુકાનમાં ગુરૂવાર રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં એક અપાચે બાઈક પર ત્રણ લુંટારૂ આવ્યા હતા. જેમણે જ્વેલર્સમાં રહેલા દુકાન માલિક પાસે દાગીના માગ્યા હતા, જેમાં લૂંટારૂઓએ વીંટીને પસંદ કરી હતી. દાગીના પસંદ કરવાની સાથે જ હેલ્મેટ પહેરેલા લૂંટારૂએ દુકાન માલિકને બંદુક બતાવી હતી. ત્યારબાદ દુકાનમાં ત્રણ લૂંટારૂએ માલિક કમલેશ જૈન અને કર્મચારી પ્રિયાંશુ પ્રજાપતિ સાથે ઝપાઝપી કરી હતી. જેમાં હેલ્મેટ પહેરેલા લૂંટારુએ ઝપાઝપી કરી રહેલા દુકાન માલિકને ગોળી મારતા દુકાન માલિક લોહી લુહાણ થઇ ગયા હતા.

કુડાસણના આદિશ્વર જ્વેલર્સમાં લૂંટારૂઓનું ખુલ્લેઆમ ફાયરિંગ, માલિકને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ

આ ત્રણ લૂંટારૂઓ બુધવારની રાત્રે પણ દુકાનમા ખરીદી કરવાના બહાને આવ્યા હતા, પરંતુ તેમનું કામ નહીં થતા પરત ચાલ્યા ગયા હતા. જ્યારે ગુરૂવારે લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. જેમાં દુકાનના બહારના ભાગે મોટા પ્રમાણમાં લોહી જોવા મળ્યું હતું.

આ બનાવને લઇને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કહ્યું કે, ત્રણ લોકો લૂંટના ઇરાદે જ્વેલર્સમાં આવ્યા હતા. એક વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે અન્ય બે લોકોના ચહેરા સ્પષ્ટ જોવા મળતા હતા. જેથી આ લોકોની ધરપકડ કરવા માટે પોલીસની વિવિધ 12 ટીમ બનાવવામાં આવી છે. જેનાથી આ લોકો કઈ દિશામાં ગયા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

CCTV કેમેરામાં સ્પષ્ટ જોવા મળે છે કે, એક વ્યક્તિ દ્વારા બંદૂક ચલાવવામાં આવી છે. જેની ગોળી દુકાન માલિકને વાગતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. આ અંગે વધુ તપાસ કરવા માટે ડોગ સ્કોડને પણ ઘટના સ્થળે લાવવામાં આવી છે.

Intro:હેડ લાઇન) કુડાસણના આદિશ્વર જ્વેલર્સમાં લૂંટારુંઓનું ખુલ્લેઆમ ફાયરિંગ, માલિકને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ

ગાંધીનગર,

ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી આદિશ્વર જ્વેલર્સ નામની દુકાનમાં એક બાઈક ઉપર આવેલા ત્રણ લૂંટારૂઓએ લૂંટ કરવાના ઇરાદે ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. જેમાં દુકાન માલિકને ગોળી વાગતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાટનગરના ઇતિહાસમાં જ્વેલર્સ ઉપર સમી સાંજે ગોળીઓ વરસાવવાનો પહેલો બનાવ બન્યો હતો.Body:મળતી માહિતી મુજબ ન્યુ ગાંધીનગર વિસ્તારના કુડાસણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં આવેલી ન્યુ આદિશ્વર જ્વેલર્સ નામની દુકાનમાં ગુરૂવાર રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં એક અપાચે બાઈક ઉપર ત્રણ લુટારુ આવ્યા હતા. જ્વેલર્સમાં રહેલા દુકાન માલિક પાસે દાગીના માગ્યા હતા, જેમાં વીંટી પસંદ કરી હતી. દાગીનો પસંદ કરવાની સાથે જ હેલ્મેટ પહેરેલા લુટારુએ બંદુક બતાવી હતી, ત્યારબાદ દુકાનમા ત્રણ લુટારુએ માલિક કમલેશ જૈન અને કર્મચારી પ્રિયાંશુ પ્રજાપતિ સાથે ઝપાઝપી કરી હતી. Conclusion:જેમાં હેલ્મેટ પહેરેલા લુટારુએ ઝપાઝપી કરી રહેલા દુકાન માલિક કમલેશ જઈને બરડાના ભાગમાં ગોળી મારતા લોહી લુહાણ થઇ ગયા હતા. ત્યારબાદ પણ તેમણે આ લૂંટારુંઓ સામે પ્રતિકાર કર્યો હતો. આ ત્રણ લૂંટારૂઓ બુધવારની રાત્રે પણ દુકાનમા ખરીદી કરવાના બહાને આવ્યા હતા. બુધવારે પણ સાડા આઠ વાગ્યાના અરસામાં આ ત્રણ લોકો દુકાનમાં પાછા આવ્યા હતા. પરંતુ તેમનું કામ નહિ થતા પરત ચાલ્યા ગયા હતા. જ્યારે આજે ગુરુવારે લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. જેમાં દુકાનના બહારના ભાગે લોહી મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું.

આ બનાવને લઇને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કહ્યું કે, ત્રણ લોકો લૂંટના ઇરાદે જ્વેલર્સમાં આવ્યા હતા. એક વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે અન્ય બે લોકોના ચહેરા સ્પષ્ટ જોવા મળતા હતા. ત્યારે આ લોકોને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ 12 ટીમો બનાવવામાં આવી છે. ત્યારે આ લોકો કઈ દિશામાં ગયા તેને લઇને તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવા મળે છે કે, એક વ્યક્તિ દ્વારા બંદૂક ચલાવવામાં આવી રહી છે. દુકાન માટે કારતૂસ મળી આવ્યા હતા. જેમાં દુકાન માલિકને ગોળી વાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ડોગ સ્કોડ દ્વારા ઘટના સ્થળે લાવીને તપાસ કરવામાં આવી હતી.

બાઈટ મયુર ચાવડા એસપી ગાંધીનગર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.