ETV Bharat / city

બોગસ એડમિશન રદ કરવાની સરકારમાં સિસ્ટમ નથી : જીતુ વાઘાણી - Right to Education

રાજ્યના 33 જિલ્લાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત (Right to Education) શૈક્ષણિક સત્ર ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ રાઈટ ટુ એજ્યુકેશનમાં વાલીઓએ મામલતદારનો આવકના (Academic Session 2022) દાખલાની માન્યતા ઘ્યાનમાં રાખવામાં આવશે. કારણે કે, આગલા વર્ષે આવક મર્યાદા કરતા વધુ લાગતા કેટલાક એડમિશન રદ કરવામાં આવ્યા હતા.

Right to Education : બોગસ એડમિશન રદ કરવાની સરકારમાં સિસ્ટમ નથી : જીતુ વાઘાણી

author img

By

Published : Jul 7, 2022, 2:24 PM IST

ગાંધીનગર : ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે ગરીબ અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક સત્ર (Academic Session 2022) શરૂ થાય તે પહેલા ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. ત્યારે સમગ્ર રાજ્યના આઠ કોર્પોરેશન અને 33 જિલ્લાઓમાં 30 માર્ચથી 11 એપ્રિલ સુધી RTE પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 11 એપ્રિલ સુધીમાં 2,23,233 અરજીઓ શિક્ષણ વિભાગને પ્રાપ્ત થઈ છે. અત્યારે સમગ્ર રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન (Right to Education) અંતર્ગત એડમિશન પ્રક્રિયા કાર્યરત છે. પરંતુ, વાલીઓના ક્રોસ વેરિફિકેશન માટે ગુજરાતના શિક્ષણ વિભાગ પાસે કોઇ જ પ્રકારની વ્યવસ્થા નથી.

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક સત્ર ફોર્મ ભરવાની કામગીરી

અમીર ઘરના લોકો પણ લઈ રહ્યા છે RTEમાં એડમિશન - મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં જે લોકોની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વધુ છે. તેવા લોકો પણ એજ્યુકેશન અંતર્ગત એડમિશન લઈ રહ્યા છે. જ્યારે નિયમ પ્રમાણે શહેરી વિસ્તારમાં આવકની મર્યાદા 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ આવક વાલીઓ માટે નક્કી કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પાસે વાલીઓની આવકના સ્ત્રોત વેરીફિકેશન કરવા માટે સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી. કારણ કે જે વિદ્યાર્થીઓનું એડમિશન રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત થયું હોય છે. તેવા વિદ્યાર્થીઓના વાલીઓએ મામલતદારનો આવકનો દાખલો મુક્યો હોય છે. તેમજ મામલતદારના આવકના દાખલાની જ માન્ય ગણવામાં આવે છે. આમ, ક્રોસ વેરિફિકેશનની કોઈપણ પ્રકારની સિસ્ટમ ન હોવાના વધુ આવક ધરાવતા વાલીઓના બાળકો પણ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન લઈ લે છે.

આ પણ વાંચો : પાટણમાં નવા શૈક્ષણિક સત્રમાં બાળકોને આવકારવા તંત્ર સજ્જ, 40 બાળકોને RTE અંતર્ગત નહીં મળે પ્રવેશ

બોગસ એડમિશન માટે શું કહ્યું શિક્ષણપ્રધાને - રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં એજ્યુકેશનમાં ચોથો રાઉન્ડ થતો ન હતો. પરંતુ, વાલીઓની અરજીને ધ્યાનમાં લઈને ચોથો રાઉન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં ભોગ જ એડમિશન (Right to Education Admission) માટે કોઈપણ પ્રકારની અરજી રાજ્યના શિક્ષણ વિભાગને પ્રાપ્ત થઈ નથી. જો પ્રાપ્ત થશે તો એડમિશનમાં તપાસ કરીને તેવા એડમિશન રદ પણ કરવામાં આવશે.

શાળાઓ જાતે જ એડમિશન રદ કરે છે - વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદની એવી અનેક ખાનગી શાળાઓ છે જે બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન (Right to Education Bogus Admission) આપે છે અને ત્યારબાદ ખાનગી વ્યક્તિ અને ખાનગી એજન્સીઓ થકી આવા બાળકોના વાલીઓની ઘર તપાસ કરાવે છે. જો કોઈપણ પ્રકારની ખામી નીકળે અને બોગસ એડમિશન થયું હોય તો તાત્કાલિક ધોરણે તેવા એડમિશન પણ રદ કરે છે. પરંતુ રાજ્ય સરકાર પાસે આવી એક પણ (Academic Session Form 2022) તપાસ કરવાની ટીમ નથી.

આ પણ વાંચો : Right to Education Act: રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતરગત પાટણ જિલ્લામાં 732 બેઠકો સામે 1997 ફોર્મ ભરાયા

ગત વર્ષે 4 જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા હતા - રાજ્યના શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગત વર્ષે પણ આવી જ ઘટનાઓ સામે આવી હતી. જેમાં વાલીઓની ફરિયાદને આધારે તપાસ કરવામાં આવી હતી અને કુલ ચાર જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે એક વાલી પોતાના બાળકને રોજ ફોરવીલ લઈને શાળાએ મુકવા આવતા હતા. તેમની ફરિયાદ બીજા વાલી દ્વારા કરવામાં આવી હતી, ત્યારે શિક્ષણ વિભાગે સમગ્ર બાબતે તપાસ કરતાની આવક મર્યાદા કરતા વધુ હતી. જેથી તપાસના અંતે કુલ ચાર જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા હતા..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.