ETV Bharat / city

પોલીસ આંદોલનની બેઠકમાં પરિણામ શૂન્ય, આંદોલન રહેશે યથાવત - ગ્રેડ-પે

કમિટીની રચના બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સાથે મળેલી બેઠકમાં મહિલાઓ અને પોલીસ કર્મચારીઓ હાજર હતા. તેમાં સૌપ્રથમ પોલીસ કર્મચારીઓના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવશે અને રચના કર્યા બાદ જ તમામ પ્રશ્નોનો ચર્ચા કરવામાં આવશે. હાલના તબક્કે કોઇ પણ પ્રકારનો નિર્ણય કે સમાધાન કરવામાં આવ્યું નથી, ગ્રેડ-પે, પડતર રજા, કામનાં કલાકો, SRP ની 5 વર્ષની સળંગ નોકરી જેવા મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા.

પોલીસ આંદોલનની બેઠકમાં પરિણામ શૂન્ય, આંદોલન રહેશે યથાવત

author img

By

Published : Oct 26, 2021, 10:30 PM IST

  • પોલીસ આંદોલનની બેઠકમાં કોઈ પરિણામ નહિ
  • સત્યાગ્રહ ખાતે આંદોલન રહેશે યથાવત
  • કમિટીની રચના કર્યા બાદ થશે તમામ નિર્ણય

ગાંધીનગર : સમગ્ર ગુજરાતની પોલીસ દ્વારા ગ્રેડ-પે બાબતે અને અનેક પ્રશ્નોને ધ્યાનમાં લઈને સોશિયલ મીડિયા ઉપર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા ધરણા કરીને રાજય સરકારના વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે મંગળવારે મોડી સાંજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સંઘવી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ પણ કોઇ જ પ્રકારનો નક્કર નિર્ણય સામે આવ્યો નથી રાજ્ય સરકાર આગામી સમયમાં કમિટી રચી તમામ પ્રશ્નોનો નિર્ણય કરશે તેવી બાહેંધરી પોલીસ પરિવારની મહિલાઓને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી છે.

પોલીસ આંદોલનની બેઠકમાં પરિણામ શૂન્ય, આંદોલન રહેશે યથાવત

આંદોલન યથાવત રાખવામાં આવશે

હર્ષ સંઘવી સાથેની બેઠકમાં ગાંધીનગર SP કચેરી ખાતે ફરજ બજાવતા ચિરાગ ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથેની બેઠકમાં હજી સુધી કોઇ નિર્ણય આવ્યો નથી પરંતુ સૌપ્રથમ કમિટીની રચના કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના પોલીસના તમામ પ્રશ્નો એક કરીને રાજ્ય સરકાર સાથે તબક્કાવાર બેઠક યોજવામાં આવશે. તેમજ સોશિયલ મીડિયામાં અને સત્યાગ્રહ છાવણી ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે તે યથાવત રાખવામાં આવશે.

બેઠકમાં ગ્રેડ-પે બાબતે કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી

મુખ્ય મુદ્દો ગ્રેડ-પે બાબતે જ પોલીસે આંદોલનની શરૂઆત કરી હતી પરંતુ બેઠકમાં ગ્રેડ-પે બાબતે કોઈ જ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી. આ બાબતે ચિરાગ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની પોલીસના જવાનોના ગ્રેડ-પે બાબતે અન્ય રાજ્યના પોલીસના ગ્રેડ-પે ની તપાસ કરીને આ બાબત ઉપર રાજ્ય સરકાર આગામી સમયમાં વિચારણા કરશે જ્યારે હાલના તબક્કે કોઇ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અમુક લોકો જે પોલીસ કર્મચારી નથી તેઓ ખોટી રીતે આંદોલનને વેગ આપી રહ્યા છે જ્યારે આ આંદોલનમાં કોઈ પણ રાજકીય પક્ષનો સહારો લીધો ન હોવાની વાત પણ કરી હતી.

આ પણ વાંચો : બુલેટ ટ્રેન માટે લોકોને વિસ્થાપિત કરવા મામલે સુનાવણી, હાઈકોર્ટમાં સરકારે આપ્યો જવાબ

આ પણ વાંચો : દેશ સાથે ગદ્દારી કરનાર BSF જવાનના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.