ETV Bharat / city

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન માટે દેખાવો કરતા પોલીસે વિદ્યાર્થીઓની કરી અટકાયત

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન માટે સત્યાગ્રહ છાવણી સેક્ટર 6 ખાતે દેખાવો કરતા પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, અમારી પરીક્ષા રદ્દ કરી અમને પણ માસ પ્રમોશન આપો. જો કે, દેખાવો કરવા આવેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી.

રિપટર વિદ્યાર્થી
રિપટર વિદ્યાર્થી
author img

By

Published : Jul 8, 2021, 3:30 PM IST

  • રિપટર વિદ્યાર્થીઓની માગ, પરીક્ષા રદ્દ કરી અમને પણ માસ પ્રમોશન આપો
  • સત્યાગ્રહ છાવણી ખાતે વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા
  • દેખાવો કરવા આવેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી

ગાંધીનગર: ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપી દીધું છે, ત્યારે ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો કર્યા હતા. જૂજ સંખ્યામાં વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પરીક્ષા રદ્દ કરવા માગ કરી હતી.

પોલીસે વિદ્યાર્થીઓની કરી અટકાયત
પોલીસે વિદ્યાર્થીઓની કરી અટકાયત

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી ન્યાયની માંગ કરી

અમને પણ કોરોના થઈ શકે છે, કોરોના થશે તો કોણ જવાબદાર?

રિપીટર વિદ્યાર્થી ધ્રુવ પંચાલે કહ્યું કે, રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન મળે છે, તો અમને કેમ માસ પ્રમોશન આપવામાં નથી આવતું. પરીક્ષા સમયે અમને પણ કોરોના થઈ શકે છે. જો અમને કોરોના થશે તો તેના માટે કોણ જવાબદાર છે. ટોટલ ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની 6 લાખ જેટલી સંખ્યા છે. વિદ્યાર્થીઓએ આ પ્રકારે નિવેદન આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે ઉગ્ર દેખાવો કરતા વિદ્યાર્થીઓની તરત જ અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જો કે, વિદ્યાર્થીઓ સાથે કેટલાક વાલી પણ અહીં આવ્યા હતા. જેમને પોલીસને અટકાયત કરતા પહેલા રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ પોલીસે તમામ વિદ્યાર્થીઓને વાનમાં બેસાડી દીધા હતા.

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન માટે દેખાવો કર્યા

આ પણ વાંચો: EXCLUSIVE: ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને મળશે માસ પ્રમોશન: સૂત્ર

દેખાવો કરવા આવેલા પંદર જેટલા વિદ્યાર્થીઓને પોલીસે અટકાયત કરી

વિદ્યાર્થીઓ સવારના 10 કલાક આજુ બાજુથી સત્યાગ્રહ છાવણી સેક્ટર 6 ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસનો કાફલો પણ તેમના વાહનો સાથે આ પહેલાથી જ તહેનાત કરી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે ઉભા રહ્યા અને નારા લગાવ્યા હતા. ત્યારે પોલીસ ત્યાં તરત જ આવી પહોંચી હતી અને પોલીસે પોસ્ટર લઈને ઊભા રહેલા એક પછી એ એમ પંદર જેટલા વિદ્યાર્થીઓને પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.