ETV Bharat / city

President Addresses Gujarat Assembly: રાષ્ટ્રપતિના ગુજરાત વિધાનસભાના સંબોધન પર પૂર્વ CM રૂપાણી સહિતના નેતાઓએ આપી પ્રતિક્રિયા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાત વિધાનસભામાં સંબોધન (President Addresses Gujarat Assembly) પર અલગ-અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પૂર્વ CM વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાષ્ટ્રપતિએ વિધાનસભામાં સંબોધન કર્યું તેનાથી ગુજરાતની વિધાનસભા આજે ધન્ય બની છે.

President Addresses Gujarat Assembly: રાષ્ટ્રપતિના ગુજરાત વિધાનસભાના સંબોધન પર પૂર્વ CM રૂપાણી સહિતના નેતાઓએ આપી પ્રતિક્રિયા
President Addresses Gujarat Assembly: રાષ્ટ્રપતિના ગુજરાત વિધાનસભાના સંબોધન પર પૂર્વ CM રૂપાણી સહિતના નેતાઓએ આપી પ્રતિક્રિયા
author img

By

Published : Mar 24, 2022, 7:20 PM IST

ગાંધીનગર: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસ ગુજરાતના પ્રવાસે (Ramnath Kovind Gujarat Visit) છે. તેમણે આજે વિધાનસભામાં લગભગ 18 મિનિટ સુધી તમામ ધારાસભ્યોને (Ramnath Kovind Gujarat Assembly Speech) સંબોધિત કર્યા હતા. આ ઇતિહાસની પ્રથમ ઘટના હતી કે, કોઈ રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હોય. તેમણે પોતાના સંબોધનમાં ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનો દેશની આઝાદીમાં કેટલો મહત્વનો ફાળો રહ્યો છે તેના વિશે માહિતી આપી હતી.

ભારતના રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં ગુજરાતની વિરાસત યાદ કરી - રૂપાણી

વિવિધ ધારાસભ્યો અને સંતોએ આપી પ્રતિક્રિયા- દ્વારકેશ લાલજી મહારાજે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ (President Kovind Gujarat Visit)એ આજે ગુજરાત આવીને ગુજરાત વિધાનસભામાં જે સંબોધન (President Addresses Gujarat Assembly) કર્યું તે આપણા માટે ગૌરવની વાત છે. લાંબા સમય બાદ રાજ્યમાં પ્રસન્નતાની લહેર જોવા મળી રહી છે. આપણા રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં આપણી આવનારી પેઢીને કઈ રીતે તૈયાર કરી શકાય તે માટે સંસ્કૃતિને વેગ આપવાની વાત પણ કરી હતી.

આ પણ વાંચો: President at Gujarat Assembly: ગુજરાતથી દેશને 2 PM મળ્યા, બંને સાથે મને કામ કરવાની તક મળીઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિના સંબોધન વિધાનસભા ધન્ય બની: વિજય રૂપાણી- ભાજપ ધારાસભ્ય પ્રદીપ પરમારે (BJP MLA Pradeep Parmar) જણાવ્યું હતું કે, આખા દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka amrut mahotsav)ની ઉજવણી થઇ રહી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા સહિત અનેક મહાનુભવોને યાદ કરીને આપણને ગૌરવ અપાવ્યું છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં ગુજરાતની વિરાસત (Heritage of Gujarat) યાદ કરી. સાથે સાથે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ એ ગુજરાતનું ગૌરવ છે અને તેમને યાદ કરી સંબોધન કરવું એ પણ આપણે માટે ગૌરવ છે. રાષ્ટ્રપતિએ વિધાનસભામાં સંબોધન કર્યું તેનાથી ગુજરાતની વિધાનસભા (Gujarat Assembly Gandhinagar)આજે ધન્ય બની છે.

આ પણ વાંચો: President Address Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ ઉમાશંકર જોશીની પંક્તિ ગુજરાતીમાં બોલ્યા

કોંગ્રેસ MLA અમરીશ ડેર અને સુખરામ રાઠવાએ શું કહ્યું?- કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેરે જણાવ્યું હતું કે, આજે ગુજરાતના ઇતિહાસની સૌથી સારી પળમાની એક પળ ગણી શકાય. ગુજરાતીઓનું શું યોગદાન રહ્યું છે જેની દરેક વાત યાદ કરી તે આપણા માટે ગૌરવ લઈ શકાય છે. કોંગ્રેસ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ આજે વિધાનસભામાં સંબોધન કર્યું એ આપણા માટે ગૌરવ કહી શકાય. આ રાજકીય બાબત નહીં પણ ગૌરવની વાત છે કે, ઇતિહાસમાં પ્રથમવાર કોઈ રાષ્ટ્રપતિએ વિધાનસભામાં સંબોધન કર્યું હોય. સાથે સાથે શિક્ષણ પર વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગામડાનું શિક્ષણ (Education In Gujarat) ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.