ગાંધીનગર : રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સખીયાબંધુઓ પાસેથી 75 લાખ રૂપિયાની કટકી કરી હોવાના આક્ષેપો થયા હતાં. જેમાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ રાજ્ય સરકારને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ સમગ્ર ઘટના બાદ રાજ્યના ગૃહવિભાગે સત્તાવાર રીતે એક કમિટીનું ગઠન કરીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ( Police Commissioner Manoj Agarwal controversy)વિરુદ્ધ તપાસ કરવાની સૂચના આપી હતી. ત્યારે તપાસના અંતે હવે રિપોર્ટ (Rajkot CP Extortion Money Case Report) તૈયાર કરીને રાજ્યના પોલીસ વડા ડીજીપીને (Report handed over to DGP Bhatia )આપી દેવામાં આવ્યો છે.
રિપોર્ટ ગુપ્ત
કમિટીના ચેરમેન વિકાસ સહાયે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના રિપોર્ટ બાબતે જણાવ્યું હતું કે આ રિપોર્ટ એકદમ ગુપ્ત છે અને રાજ્યના પોલીસ વડા ડીજીપી (Report handed over to DGP Bhatia )આશિષ ભાટીયા અને લેખિતમાં રિપોર્ટ (Rajkot CP Extortion Money Case Report)સોંપી દેવામાં આવ્યો છે. હવેની કાર્યવાહી dgp આશિષ ભાટિયા અને ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે. જ્યારે આ રિપોર્ટ દરમિયાન બંને પક્ષના નિવેદન પણ લેવામાં આવ્યા છે.
રાજકોટ સીપીની થઈ છે બદલી
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારને રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો ડિટેલ રિપોર્ટ (Rajkot CP Extortion Money Case Report)વિકાસ સહાય દ્વારા સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારે ગણતરીના દિવસો બાદ રાજકોટ પોલીસ કમિશનર પદ પરથી મનોજ અગ્રવાલને ( Police Commissioner Manoj Agarwal controversy) દૂર કરવામાં આવ્યા છે અને તેઓને જુનાગઢ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ તરીકે નિમણૂક આપી છે. આમ હજી સુધી સત્તાવાર રિપોર્ટના અહેવાલ આવ્યો નથી ત્યારે તે પહેલાં જ મનોજ અગ્રવાલની બદલી ( Police Commissioner Manoj Agarwal Transfer )કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case: રાજકોટ તોડકાંડ મામલે કાર્યવાહીથી અમને સંતોષ: સખીયા બંધુ
75 લાખ રૂપિયાનો તોડ
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ સખીયા બ્રધર્સ દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને પંચોતેર લાખ રૂપિયાની કટકી કરાયા હોવાનો આરોપ ( Police Commissioner Manoj Agarwal controversy)લગાવવામાં આવ્યો હતો અને આ ઘટના બાદ જ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કમિટી રચીને (Rajkot CP Extortion Money Case Report) તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ક્રાઇમબ્રાન્ચના PIએ કહ્યું સાહેબને 15 ટકા આપવા પડશે: મહેશ સખીયા