ETV Bharat / city

પુરવઠા વિભાગ દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશેઃ જયેશ રાદડિયા - Supply department

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મગફળીની ખરીદી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા જ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રતિ ક્વિન્ટલે 5275 રૂપિયાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

Jayesh Radadia
પુરવઠા વિભાગ દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
author img

By

Published : Sep 9, 2020, 5:46 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટ બેઠક મળી

  • ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો લેવાયો નિર્ણય
  • પુરવઠા વિભાગ દ્વારા જ મગફળીની કરાશે ખરીદી
  • લાભ પાંચમથી મગફળીની શરૂ થશે ખરીદી
  • પ્રતિ કવીંટલે રૂપિયા 5275 ટેકાના ભાવ જાહેર કરાયા

ગાંધીનગરઃ ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે રાજ્યના પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મગફળીની ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

પુરવઠા વિભાગ દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે

છેલ્લા બે વર્ષથી ટેકાના ભાવે રાજ્યના ખેડૂતો પાસેથી પુરવઠા વિભાગ દ્વારા જ મગફળીની ખરીદી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ પુરવઠા વિભાગ દ્વારા જ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, જેમાં પ્રતિ કવીંટલે રૂપિયા 5275 ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. લાભ પાંચમથી રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી દરમિયાન કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગનો સ્ટાફ પણ પુરવઠા વિભાગને આપવામાં આવશે.

લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતો માટે કઈ રીતની વ્યવસ્થાઓ છે, કઈ રીતે ખરીદીની વ્યવસ્થા કરવામાં આવશે, ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્યારે શરૂ કરવામાં આવશે તે તમામ બાબત હજુ સુધી રાજ્ય સરકારે જાહેર કરી નથી. જો કે, ટૂંક સમયમાં જ ઓનલાઇન રજીસ્ટ્રેશન બાબતની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.