- લગ્નના ના થતાં હોવાથી તે એકાંતમાં બેઠેલા યુગલને જોઈએ છરીના ઘા મારતો હતો
- ઝુંડાલ કેનાલ પાસે એક યુવકને ઉપરા ઉપરી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
- કિલર એકાંતમાં બેઠેલા કપલ પર છરીના ઘા મારતો હતો
ગાંધીનગર : ઘણીવાર એવું બનતું હોય છે કે લોકોના ડરથી પ્રેમી પંખીડાઓ ક્યાંક દૂર બેસતા હોય છે. ત્યારે આ પ્રકારના ઈસમો દ્વારા તેમની પર હુમલા કરવામાં આવતા હોય છે. પરંતુ એકલા બેઠેલા યુગલને જોઈ વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુ ભવનભાઈ પરમાર હુમલો કરતો હતો. બાઇક પર ત્યાંથી પસાર થઈ રહેલા વિપુલે ઝુંડાલ કેનાલ પાસે બેઠેલા યુગલને જોઈ ત્યાં કેમ બેઠા છો તેમ કહીં છરીથી હુમલો કર્યો હતો. જેમાં અજય સાગર નામના યુવકના પેટના ભાગે છરી મારી હતી તેનું પાંચ દિવસ બાદ જ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરાઇ હતી
રેન્જ IG અભય ચુડાસમાએ જણાવ્યું કે, પોલીસે આ ગંભીર ગુનાને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરી હતી. બે દિવસ અડાલજ કેનાલ વિસ્તારમાં લોકો પાસેથી મોબાઇલ છીનવી લેવા, કારમાંથી લેપટોપ લઇ લેવું, આ પ્રકારના લૂંટના બનાવો ઉપરા ઉપરી બન્યા હતા. પોલીસે આ બાબતે ખાસ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. સાક્ષીઓ પાસેથી પોલીસે તપાસ કરી જેથી એક જ સરખા ઈસમો હોવાનું પોલીસને શંકા ગઈ. નિકોલ પાસે સર્વિસ રોડ પર કેનાલ પાસે આ પ્રકારનો યુગલ પરના હુમલાનો સેમ બનાવ બનેલો. આ યુવકે છરીના ઘા માર્યા તેથી કોઈપણ પ્રકારના કારણ વિના યુગલ પર હુમલો થતો હોવાની પોલીસને આ વાત પ્રકાશમાં આવી અને પોલીસે તપાસના આધારે આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.
વિપુલે ગુનો પણ પોલીસ સમક્ષ કબુલ કર્યો
પોલીસે લોકોની પૂછપરછ કરી સ્કેચ બનાવડાવ્યા CCTV ફૂટેજ ચેક કરી નાનામાં નાની વિગતો એકત્રિત કરી અંતે ખ્યાલ આવ્યો કે વિપુલ ઉર્ફે વિષ્ણુ ભવનભાઈ પરમાર આ ગુનાઓમાં સંડોવાયેલ છે. તેની સાથે અન્ય તેના બે સાગરીતો કિરણ આતાજી ઠાકોર અને દીપક કલાજી ઠાકોર આ બંને કડાદરા તાલુકાના દહેગામના રહેવાસી છે. વિપુલ પણ મૂળ કડાદરાનો જ રહેવાસી છે. પરંતુ તેના માતા-પિતા અમરાઈવાડી વિસ્તારમાં રહે છે પૂછપરછ કરી વિપુલને પોલીસે પકડી પાડયો તે વાહન ચોરી લૂંટના બનાવ સહિતના. આ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. જો કે, ઝુંડાલ પાસેના ખૂન અને ખુનના પ્રયાસમાં વિપુલ જ સંડોવાયેલો છે તેના બે સાગરીતો લૂંટ કરતા હતા. જેથી વિપુલે ગુનો પણ પોલીસ સમક્ષ કબુલ કર્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 શખ્સો રફૂચક્કર
આ પણ વાંચો : મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા