ETV Bharat / city

Protests in surat garba: પેટ્રોલ, ડીઝલ, ગેસ બોટલમાં ભાવવધારાનો વિરોધ કરવા બેનરો સાથે લોકોએ ગરબા કર્યાં - Protests in surat garba: પેટ્રોલ, ડીઝલ, ગેસ બોટલમાં ભાવવધારાનો વિરોધ કરવા બેનરો ગળામાં લગાવી લોકો ગરબે ઘૂમ્યાં

સુરતમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરતમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટીમાં રહીશો પેટ્રોલ, ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની (Protests in surat garba) સાથે ગરબે રમ્યાં હતાં સાથે જ સરકારને મોંઘવારી કાબૂમાં લેવા રજૂઆત કરી હતી.

Protests in surat garba: પેટ્રોલ, ડીઝલ, ગેસ બોટલમાં ભાવવધારાનો વિરોધ કરવા બેનરો સાથે લોકોએ ગરબા કર્યાં

author img

By

Published : Oct 14, 2021, 6:56 PM IST

  • પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં વધારો
  • સરકારને મોંઘવારી કાબૂમાં લેવા રજૂઆત કરી હતી
  • પેટ્રોલ, ડીઝલ, ગેસ બોટલમાં ભાવવધારાનો વિરોધ કરવા બેનરો લઇ ગરબા રમ્યાં

સુરત : મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વધતી જતી મોંઘવારીને લઈને (petrol, diesel, gas cylinders price hike ) સુરતમાં અનોખો વિરોધ (Protests in surat garba) સામે આવ્યો છે. હાલમાં નવરાત્રી છે ત્યારે રહીશોએ અનોખી રીતે ગરબા રમી વિરોધ નોંધાવ્યો હતો. સુરતના પૂણા ગામ ખાતે આવેલી સત્યનારાયણ સોસાયટીમાં બાળકો, મહિલાઓ અને પુરુષોએ પેટ્રોલ,ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતાં. બાળકોએ ગળામાં બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર જેવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ બાળકો માથા પર ગરબીને બદલે તેલનો ડબ્બો, પેટ્રોલ-ડીઝલ અને પુરુષો તેમજ મહિલાઓ રાંધણ ગેસનો બાટલો લઈને ગરબે ઘૂમ્યા હતાં અને અનોખી રીતે વધતી જતી મોંધવારીનો વિરોધ કર્યો હતો.

મોંઘવારી કાબૂમાં લેવા રજૂઆત
વજનદાર ગેસનો બાટલો માથે ચડાવી ગરબેસત્યનારાયણ સોસાયટીમાં રહેતા મનાલીબેન અને દિવ્યેશ ચાવડાએ જણાવ્યું હતું કે સોસાયટીના રહીશોએ આઠમના દિવસે જ ગેસના બાટલા, ઘરવખરીની ચીજવસ્તુઓ અને પેટ્રોલ ડીઝલ (petrol, diesel, gas cylinders price hike )લઈને ગરબે રમ્યાં હતાં. જેનું કારણ મોઘવારી છે. જેમ માતાજીની ગરબીઓ માથે મૂકી ગરબા રમાય છે તેમજ જ વજનદાર ગેસનો બાટલો માથે ચડાવી ગરબે રમ્યાં હતાં. આ મોંઘવારીને લઈને લોકોનું ઘર ચલાવવું મુશ્કેલ થયું છે. ત્યારે સરકાર મોંઘવારી કાબૂમાં લે તેવી સોસાયટીના રહીશોની માગ હતી.આ પણ વાંચોઃ બિલ્ડર વિરુદ્ધ ગાંધીગીરી: તપેલી અને હેલમેટ માથે રાખી અને બેનરો લગાવી વિરોધ સાથે ગરબે ઘૂમ્યાં રહીશો

આ પણ વાંચોઃ સુરતના ગામડાઓમાં DJ ના જમાનામાં પણ ઘેરૈયાઓની પ્રથા અકબંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.