ગાંધીનગર દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની (Excellence in Higher Education) મુલાકાતે આવ્યા હતા. જ્યાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત એક્સલન્સ ઈન હાયર એજ્યુકેશન કાર્યક્રમનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં શુભારંભ કરાવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, આજે દેશવાસીઓ વિશ્વના કોઈપણ ખૂણે જાય ત્યારે પોતે ભારતીય હોવાનું ગૌરવ અનુભવે છે. દેશના વડાપ્રધાન મોદીના કારણે આ શક્ય બન્યું છે. (Vice President Jagdeep Dhankhar visits Gujarat)
ગુજરાત માટે ગૌરવની વાત કહી વધુમાં જણાવ્યું હતું કે, આજે દુનિયાના અનેક દેશો ભારતનું અવલોકન અને અનુકરણ કરી દેશની દરેક વાત ગંભીરતાથી પોતાના રાષ્ટ્ર વિકાસ માટે અમલમાં મૂકે છે. આઝાદી પહેલા અને આઝાદી બાદ ગુજરાતના અનેક પનોતા પુત્રોનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન રહ્યું છે અને વર્તમાનમાં ગુજરાતના પનોતા પુત્રો દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. જે ગુજરાત માટે ગૌરવની વાત છે. ઇનવેસ્ટમેંટ અને ઓપોર્ચ્યુનીટી માટે આજે ગુજરાત વિશ્વભરમાં પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. (Jagdeep Dhankhar in Gandhinagar)
સાંસદ સભ્યના કાર્યકાળને યાદ કર્યો ઉપરાષ્ટ્રપતિએ ઈતિહાસને વાગોળતા જણાવ્યું હતું કે, પોતે 33 વર્ષ પહેલા જ્યારે સંસદસભ્ય તરીકે કાર્યરત હતા, ત્યારે સંસદસભ્યને પોતાના પંસદગીના વ્યક્તિઓને 50 જેટલા ગેસ કનેક્શન ફાળવવાની સત્તા હતી. પહેલા જિલ્લાની જરૂરિયાતને ધ્યાને રાખી વીજળી પૂરી પાડવામાં આવતી હતી. આજે છેવાડાના નાગરિકને વીજળી પહોંચે તેવુ સુદૃઢ આયોજન કરાયું છે. 34 વર્ષ પહેલાં અમેરિકા ખાતે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મુલાકાત વેળાએ મેં સપને પણ વિચાર્યું નહોતું કે ભારતમાં આનાથી વિશાળ પ્રતિમા નિર્માણ પામશે. આજે ગુજરાત સ્થિત વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અદભુત રચના નિહાળી ગૌરવનો અનુભવ કરું છું.
6 હજાર ઉછીના લીધા હતા ઉપરાષ્ટ્રપતિ ભૂતકાળ વગોળતા જણાવ્યું હતું કે, મારે 40 વર્ષ પહેલા સંશોધન લાયબ્રેરી માટે 6 હજાર ઉધાર લેવા પડ્યા હતા, પરંતુ આજે દેશમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપનું સુદૃઢ માળખું તૈયાર થયું છે. વિદ્યાર્થીઓને સંશોધન માટે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન લેબ, ઇન્ક્યુબેટર, શોધ, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના વગેરે જેવી યોજનાઓ થકી સ્કોલરશીપ મળતી થઈ છે.
વિકાસનો પાયો શિક્ષણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્ર-રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ-નોલેજ છે તેવો મત વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્ઞાનશક્તિનો મહિમા કરીને ગુજરાતના એજ્યુકેશન સેક્ટરને વર્લ્ડકલાસ ફેસેલિટીઝથી સજ્જ કર્યું છે. સમયની સાથે નહિ, સમયથી પણ બે કદમ આગળ ચાલે તેવી અદ્યતન ફેસેલીટી, ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ગુજરાતના યુવાઓને આપ્યા છે. મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અટલ ઇનોવેશન મિશન, ડિજિટલ ઇન્ડિયા સહિત આત્મનિર્ભર ભારતના વડાપ્રધાને આપેલી નવિનતાપૂર્ણ સંકલ્પના સાકાર કરવામાં ડેમોગ્રાફીક ડીવીડન્ડ સમી યુવાશક્તિની ભૂમિકાની છણાવટ કરી હતી. રાજ્યમાં 14 હજારથી વધુ સ્ટાર્ટઅપ સફળતાપૂર્વક કાર્યરત બન્યા છે અને 180થી વધુ ઇન્ક્યુબેટર છે.
વિવિધ કામનું ઇ- લોકાર્પણ આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડના હસ્તે વિવિધ પ્રકલ્પોનો ડિજિટલી શિલાન્યાસ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM) અમદાવાદ ખાતે તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડ્રોન ટેક્નોલૉજીનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતેના રબર, પ્લાસ્ટીક અને કેમિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચના બિલ્ડીંગ તેમજ અન્ય ભવનો તેમજ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અત્રી સ્પેશ્યલ લર્નિંગ સપોર્ટ સેન્ટર, ગુરુકુલ મોડલ લર્નર સપોર્ટ સેન્ટર તેમજ રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમનું ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
WiFi સક્ષમતા પહેલને લોન્ચ સાથે સાથે સરકારી ઇજનેરી કોલેજ, ગાંધીનગર ખાતે અંદાજિત 1754 લાખના ખર્ચે નિર્મિત ઈમારતનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કેમ્પસની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોને વાઇફાઇ સુવિધા સાથે સક્ષમ કરી છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ દ્વારા WiFi સક્ષમતા પહેલને લોન્ચ કરવામાં આવી હતી. તે ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર અને પ્રોવોસ્ટને શિક્ષણ વિભાગની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0) 2.0 અંતર્ગત ઉપરાષ્ટ્રપતિના હસ્તે ગ્રાન્ટ વિતરિત કરવામાં આવી. જ્યારે મુખ્યપ્રધાન યુવા સ્વાવલંબન યોજનાના (MYSY) લાભાર્થીઓને શિષ્યવૃત્તિ અને SHODH યોજના અંતર્ગત લાભાર્થીઓને સ્ટાઈપેન્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.