ETV Bharat / city

રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 શિક્ષક લાયકાત વિનાના

ખાનગી શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકોની સંખ્યા વધી રહી છે. ગુજરાત રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 માન્ય લાયકાત વિનાના નિમણૂક પામેલા શિક્ષકોની સંખ્યા સામે આવી છે.

રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 શિક્ષક લાયકાત વિનાના
રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 શિક્ષક લાયકાત વિનાના
author img

By

Published : Mar 26, 2021, 3:48 PM IST

Updated : Mar 26, 2021, 4:58 PM IST

  • અમદાવાદની 1161 શાળામાં 2361 શિક્ષક ગેરલાયક
  • કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ ઉઠાવ્યા સવાલો
  • સરકારની ખાનગી શાળા પ્રત્યેની ઢીલી નીતિ દેખાઈ

ગાંધીનગર: ખાનગી શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકોની વાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામે આવી હતી. રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 માન્ય લાયકાત વિનાના નિમણૂંક પામેલા શિક્ષકો શિક્ષણ પૂરું પાડી રહ્યાં છે. જુદા જુદા જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ ખાનગી શાળાઓમાં સામે આવી છે. જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અનેક સવાલો ઉઠાવે છે. ખાનગી શાળાઓ પ્રત્યે હંમેશા કાર્યવાહી કરવાની વાતો જ જોવા મળી છે. જેનું આ અન્ય એક ઉદાહરણ છે.

વધુ વાંચો: જોડિયામાં તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો, વિધાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓ રજૂ કરી

શાળાઓ લાખો રૂપિયાની ફી ઉઘરાવે છે છતાં આ સ્થિતિ

શાળાઓ લાખો રૂપિયાની ફી ઉઘરાવી રહી છે કોરોનામાં ઓનલાઈન એજ્યુકેશન આપીને પણ ફી ઉઘરાવવામાં આવી રહી છે. આ પ્રકારની સ્થિતિ હોવા છતાં સરકાર કક્ષાએથી કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ફક્ત વાતો જ થઈ રહી છે. સરકારની ખાનગી શાળાઓ પ્રત્યેની ઢીલી નીતિ જોવા મળી છે. ખાસ કરીને અમદાવાદમાં 1161 સ્કૂલમાંથી સૌથી વધુ 2361, કચ્છમાં 686, સુરતમાં 609 રાજકોટમાં 508ની સંખ્યા છે. રાજ્યના 33માંથી 21 જિલ્લામાં માન્ય લાયકાત વિનાના નિમણૂંક પામેલા શિક્ષકોની સંખ્યા સામે આવી છે. તાપી, નવસારી, અરવલ્લી, નર્મદા, ડાંગ, આણંદ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં લાયકાત ન ધરાવતા હોય તેવા એક પણ શિક્ષક સામે આવ્યા નથી.

વધુ વાંચો: મહેસાણા જિલ્લામાં સરકારી પ્રાથમિક કન્યા શાળાના બે શિક્ષકો સહિત વધું 30 લોકો કોરોના સંક્રમિત

Last Updated : Mar 26, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.