ગાંધીનગરઃ શહેર પાસેની સુઘડ કેનાલમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. બન્ને પ્રેમી પંખીડાએ એક બીજાના હાથે રુમાલથી બાંધી આત્મહત્યા કરી હતી, જ્યારે આ યુવતી અને યુવક નવા કોબા ગામમાં રહેતા હતા.
મળતી માહિતી મુજબ ગુરૂવારના રોજ બપોરના સમયે સુઘડ કેનાલમાં યુવક અને યુવતીના મૃતદેહ તરતા જોવા મળી આવતા જેની જાણ ગાંધીનગર ફાયરબ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક ઘટનાવસ્થળે પહોંચી ગયા હતા અને તરવૈયાઓની ટીમ દ્વારા આ બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા ખબર પડી હતી કે, યુવક નવા કોબા ગામમાં રહેતા 23 વર્ષીય ઇન્દ્રજીત જેસંગજી ઠાકોર અને યુવતી આશરે 23 વર્ષીય મમતા અમરતભાઈ રાવળ સામે આવ્યા છે. આ યુવક પરિણીત હતો અને ખેતી કામ કરતો હતો. જ્યારે યુવતી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. આ બંને વચ્ચે પ્રેમ હતો અને એક થઈ શકે તેવી સ્થિતિમાં ન હતા. જેને લઈને બંને હાથે રૂમાલ બાંધીને કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. આ બનાવને લઇને અડાલજ પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના નવા કોબા ગામમાં પ્રેમીપંખીડાએ નર્મદા કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા - ગાંધીનગર ફાયરબ્રિગેડ
ગાંધીનગર પાસેની સુઘડ કેનાલમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો. બન્ને પ્રેમી પંખીડાએ એક બીજાના હાથને રુમાલથી બાંધી નર્મદા કેનાલ ઝંપલાવી આત્મહત્યા કરી છે. જેની જાણ ફાયરબ્રિગેડને કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવને લઇને અડાલજ પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.