- ગાંધીનગર સત્યાગ્રહ ખાતે પોલીસ પરિવારજનોનું આંદોલન
- ગ્રેડ પે બાબતે રાજ્ય સરકાર વિરુદ્ધ ધરણા
- સરકાર પોલીસના ગ્રેડ પેમાં વધારો કરે તેવી માગ
- બાળકોના ભવિષ્યની ચિંતાઃ પોલીસ પરિવારો
ગાંધીનગરઃ રાજ્યમાં હવે પોલીસ કર્મચારીઓના ગરીબ પરિવારો સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારીઓએ ગ્રેડ પે વધારવા બાબતે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે હવે પોલીસ પરિવારોએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સરકાર વિરુદ્ધ ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ પરિવારનીમાગ છે કે, પોલીસ કર્મચારીઓનો પગાર વધારો કરવામાં આવે. એટલે કે સોશિયલ મીડિયા પછી હવે પરિવારજનો મેદાને ઉતર્યા છે.
ગ્રેડ પે મુદ્દે અભ્યાસ કરવામાં આવશે : હર્ષ સંઘવી
પોલીસ પરિવારોના ધરણાં બાબતે ગૃહ રાજ્યપ્રધાન સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઈ પણ વિષય યોગ્ય રીતે જ્યારે ત્યારે અમારી પાસે મૂકવામાં આવેલા હોય છે. ત્યારે તે વિષયના અમે ખૂબ જ પોઝિટિવલી અભ્યાસ કરતા હોઈએ છીએ. વિભાગ સાથે બેઠક કરતાં હોઈએ છીએ અને વિવિધ પ્રકારના પાસાઓને ચેક કરીને તે બાબતે આગળ નિર્ણય લેતા હોઈએ છીએ. ત્યારે આ બાબતે પણ નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા આ બાબતનો સંપૂર્ણ તપાસ થયા પછી આજે વિભાગ તરફથી આનું અંતિમ નિવેદન આપવામાં આવશે.
બાળકોના અભ્યાસ બાબતે પોલીસ પરિવાર ચિંતિત
બાળકોના અભ્યાસ બાબતે પોલીસ પરિવારના સભ્યો ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસની નોકરી અમુક સમયે કરવામાં આવે છે. ત્યારે પોલીસની નોકરીના કલાકો ફિક્સ કરવામાં આવે છે. સાથે જ પરિવારજનો ઓછા પગારના કારણે બાળકના અભ્યાસ માટે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પોલીસના બાળકને જો ડોક્ટર બનવું હોય તો અનેક આર્થિક મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે રાજ્ય સરકારે કરી તેમાં વધારો કરે જેથી પોલીસના બાળકો સારો અભ્યાસ કરી શકે.
આમ આદમી પાર્ટીએ આપ્યો ટેકો
વિધાનસભાની સિડી બાપુનગર પોલીસ સ્ટેશનના કર્મચારી અને એવા કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ ગઈકાલે ગ્રેડ પે બાબતે સરકારનો વિરોધ કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારજનો પહોંચ્યા હતા અને સરકારી ગ્રેડ પે વધારો તેવી માગ કરી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ પોલીસ પરિવારને ટેકો આપવામાં આવ્યો છે. મહત્ત્વની વાત કરીએ તો, ગાંધીનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ આડકતરી રીતે આંદોલનમાં જોડાયા હતા.
ગાંધીનગર પોલીસ પણ આંદોલનમાં જોડાઈ
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ આડકતરી રીતે ભિન્ન ડ્રેસમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનને ટેકો આપવા પહોંચ્યા હતા. આમ, ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ખાતે પોલીસ આંદોલનને પોલીસકર્મીઓ અને પોલીસ પરિવારજનો ધરણાં પર બેઠા હતા. ત્યારે હવે આંદોલન અને પોલીસની માગ રાજ્ય સરકાર કેવી રીતે સ્વીકારશે તે જોવું રહ્યું?