ETV Bharat / city

PM Modi Gift City Visit : પીએમ મોદી ગિફ્ટ સિટી મુલાકાતમાં મહત્ત્વના નિર્ણયો જાહેર કરશે - CPAI

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીની મુલાકાત (PM Modi Gift City Visit) દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત (PM will announce important decisions) કરશે. તેમની મુલાકાત દરમિયાન આંતર-નિયમનકારી સહયોગને વધુ મજબૂત કરવા સ્વીડન, લક્ઝમબર્ગ, કતાર અને સિંગાપોરની રેગ્યુલેટરી ઑથોરિટી સાથે IFSCA દ્વારા સમજૂતી કરાર કરાશે.

PM Modi Gift City Visit : પીએમ મોદી ગિફ્ટ સિટી મુલાકાતમાં મહત્ત્વના નિર્ણયો જાહેર કરશે

author img

By

Published : Jul 27, 2022, 9:35 PM IST

ગાંધીનગર- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જુલાઈએ ગુજરાત આવી રહ્યાં છે. તેઓ ગાંધીનગર સ્થિત પોતાના બહુહેતુક ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીમાં વધુ એખ મુલાકાત (PM Modi Gift City Visit)લેવાના છે. પીએમ મોદી ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત પણ કરશે. ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની (PM will announce important decisions) જાહેરાત કરશે.

આ હશે મહત્વની જાહેરાતો - પીએમ મોદી અહીં (PM Modi Gift City Visit) જે જાહેરાતો કરવાના છે તે વિશે પ્રાથમિક માહિતી જોઇએ તો ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB) દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલય (IRO)ની સ્થાપના કરાશે. આ સાથે IFSCAના નિયમનકારી સેન્ડબોક્સ હેઠળની ચાર કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસીસ (ITFS) પ્લેટફોર્મના સંચાલન વિશે પણ જાહેરાત કરાશે. તો GIFT-IFSCમાં ફિનટેક એન્ટિટીઝ માટે IFSCAના માળખા હેઠળ પાંચ ફિનટેક કંપનીઓનું ઉદઘાટન કરવામાં આવશે. ફિનટેક અને સ્પેસટેકના સમન્વયથી કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારના સ્પેસ વિભાગ સાથે પણ MoU કરાશે અને ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મની શરૂઆત (PM will announce important decisions) કરાશે.

કોણ કોણ રહેશે હાજર -આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણાં અને ઊર્જાપ્રધાન કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન ડૉ. ભાગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરી ઉપસ્થિત રહેશે. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA)ના મુખ્યાલયનું ભૂમિપૂજન તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSE IFSC-SGX કનેક્ટનું લોકાર્પણ કરશે.

IFSCA દ્વારા સમજૂતી કરાર -આ ઉપરાંત IFSCAની નિયમનકારી પહેલ હેઠળ સ્થાપિત GIFT-IFSC સંબંધિત અન્ય મહત્વના માઈલસ્ટોન અંગે અગત્યની જાહેરાતો કરશે. આંતર-નિયમનકારી સહયોગને મજબૂત કરવા માટે સિંગાપોર, લક્ઝમબર્ગ, કતાર અને સ્વીડનની રેગ્યુલેટરી ઑથોરિટી સાથે IFSCA દ્વારા સમજૂતી કરાર (MoU) કરાશે તથા ફિનટેક અને સ્પેસટેકના સમન્વયથી કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારના સ્પેસ વિભાગ સાથે પણ MoU કરાશે.

ભારતીય પ્રાદેશિક કાર્યાલયની સ્થાપના -આ કાર્યક્રમ અંતર્ગત ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB) દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલય (IRO)ની સ્થાપના કરવામાં આવશે. આ પ્રાદેશિક કાર્યાલય ભારતીય ઉપખંડમાં ન્યુ ડેવલપમેન્ટ બેંકના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે, જે વિકાસલક્ષી પરિયોજનાઓને ઓળખી તેને નાણાંકીય મદદ પૂરી પાડશે, જેનાથી સરકારી સંસ્થાઓની ક્ષમતામાં વધારો થશે.

વિદેશી બેંકોના યુનિટ કામગીરી શરુ કરશે - આ પ્રસંગે ત્રણ અગ્રણી બહુરાષ્ટ્રીય બેંકો – ડોઇશ બેંક એજી, જેપી મોર્ગન ચેઝ બેંક અને MUFG બેંકના IFSC બેંકિંગ યુનિટ્સ (IBUs)ની કામગીરી શરૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવશે. તેમજ GIFT-IFSCમાં બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર (GIC)ની ક્ષમતામાં વધારા અંગેની (PM will announce important decisions) જાહેરાત કરાશે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet meeting: પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અને લઠ્ઠાકાંડ બાબતે કેબિનેટમાં ચર્ચા

ITFS પ્લેટફોર્મના સંચાલન અંગેની જાહેરાત - આ કાર્યક્રમમાં IFSCAના નિયમનકારી સેન્ડબોક્સ હેઠળની ચાર કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસીસ (ITFS) પ્લેટફોર્મના સંચાલન અંગેની જાહેરાત કરાશે. આ પ્લેટફોર્મ GIFT-IFSCમાં વૈશ્વિક વેપાર ધિરાણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે MSMEs અને અન્ય કંપનીઓના વૈશ્વિક વેપાર ધીરાણના નવા વિકલ્પો ખોલશે, જે ભારતની નિકાસ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચોઃ International Bullion Exchange : માત્ર ટ્રેડિંગ જ નહીં પણ ટનની ક્ષમતામાં પણ સ્ટોર કરી શકાશે સોનું-ચાંદી

પાંચ ફિનટેક કંપનીઓના ઉદઘાટન - GIFT-IFSCમાં ફિનટેક એન્ટિટીઝ માટે IFSCAના માળખા હેઠળ પાંચ ફિનટેક કંપનીઓના ઉદઘાટન કરીને (Opening of fintech companies)તેની નિયમનકારી અધિકૃતતાઓ અંગેની જાહેરાત (PM will announce important decisions) કરવામાં આવશે. આ ફિનટેક કંપનીઓ એગ્રીટેક, ઇન્સ્યોરટેક, ક્વોન્ટમટેક, ડિજિટલ આઇડેન્ટિટી અને બ્લોકચેન આધારિત બિઝનેસ જેવા ક્ષેત્રોમાં નવીન ઉકેલો શોધવા માટે કામ કરશે. તેમજ GIFT-IFSCમાં કામગીરીનું સંચાલન શરૂ કરવા માટે ૧૦૦થી વધુ બ્રોકર-ડીલરો વતી એસોસિયેશન ઑફ નેશનલ એક્સચેન્જીસ મેમ્બર્સ ઑફ ઇન્ડિયા (ANMI) તથા કોમોડિટી પાર્ટિસિપન્ટ્સ એસોસિએેશન ઑફ ઇન્ડિયા(CPAI) દ્વારા ‘લેટર ઑફ ઇન્ટેન્ટ’ અંગેની જાહેરાત કરવામાં આવશે, જે GIFT-IFSCમાં મૂડી બજારોની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

75માં બોન્ડનું લિસ્ટીંગ - આઝાદી કા અમૃત મહોત્સવની (Azhadi ka Amrut Mahotsav )ઉજવણી અંતર્ગત ઈન્ડિયા INX સ્ટોક એક્સચેન્જ પર 75માં બોન્ડનું લિસ્ટીંગ(75 listing of bonds on the INX stock exchange) થશે. તેમજ વડાપ્રધાનશ્રી ‘ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ (ISX)’ની શરૂઆત (PM will announce important decisions) કરાવશે. જેનો હેતુ ભારત અને અન્ય દેશોમાં આબોહવા સંબંધી અને સંયુક્ત રાષ્ટ્રોના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો માટે કોર્પોરેટ, સરકારી અને સંસ્થાકીય ભંડોળની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો તથા મૂડી પ્રવાહને યોગ્ય દિશામાં લઈ જવાનો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.