ETV Bharat / city

જરૂરિયાતમંદો માટે આયુષ્માન કાર્ડ સોનાની લગડી સમાન છે: PM મોદી - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યવ્યાપી આયુષ્માન કાર્ડ (Ayushman PVC Card) વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાને લાભાર્થીઓ સાથે વર્ચ્યૂઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદ પરિવારો માટે આયુષ્માન કાર્ડ એ સોનાની લગડી સમાન છે.

જરૂરિયાતમંદો માટે આયુષ્માન કાર્ડ સોનાની લગડી સમાન છે: PM મોદી

author img

By

Published : Oct 18, 2022, 10:55 AM IST

ગાંધીનગર રાજ્યમાં ચુંટણી (Gujarat Assembly Election 2022) નજીક છે. ત્યારે રાજ્ય સરકાર (GUJARAT GOVERNMENT) દ્વારા હવે નવીનવી જાહેરાત કરવામાં આવી રહી છે. તેવામાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM NARENDRA MODI) વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં ગુજરાતમાં 50,00,000 પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-મા કાર્ડ (pradhan mantri jan arogya yojana) નાગરિકોને આપવામાં આવ્યા હતા.

દેશની ગમે તે હોસ્પિટલ થશે સારવાર

PMનો લાભાર્થીઓ સાથે સંવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI) ગુજરાતના કેટલાક લાભાર્થીઓ (ayushman card beneficiary) સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel ) કેટલાક લાભાર્થીઓને પીવીસી કાર્ડ (Ayushman PVC Card) અર્પણ કર્યા હતા. આગામી દિવસોમાં 50 લાખ પી.વી.સી. કાર્ડ લોકોને અર્પણ કરાશે.

સોનાની લગડી જેવી સુવિધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI) આ પ્રસંગે જણાવ્યું હતું કે, પીએમજેએવાય-મા કાર્ડ તમામ પરિવારોને અડધી રાત્રે કામ આવે એવી સોનાની લગડી છે. કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર અડધી રાત્રે કોઈ પણ હોસ્પિટલના દરવાજે જઈને ઉભો રહેશે તો એ હોસ્પિટલના દરવાજા ખૂલી જશે. એક પ્રકારે આ કાર્ડ 5,00,000 રૂપિયાનું એટીએમ કાર્ડ છે. તો સમાજના જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો વધુને વધુ લાભ લે એ જરૂરી છે. તેમને કહ્યું હતું કે, આયુષ્માન કાર્ડ પરિવારનું સૌથી મોટું તારણહાર છે, સંકટમોચક છે.

PMનો લાભાર્થીઓ સાથે સંવાદ
PMનો લાભાર્થીઓ સાથે સંવાદ

દેશની ગમે તે હોસ્પિટલ થશે સારવાર ભારતમાં 4 કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને ગુજરાતમાં 50 લાખ જેટલા લોકોને આ યોજનાથી રાહત મળી છે. તેમણે કહ્યું હતું કે, હવે બીમારી આવશે તો કોઈને મજબૂરી નહીં વેઠવી પડે. આ કાર્ડ મજબૂતી આપશે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમજેએવાય-જનઆરોગ્ય કાર્ડથી માત્ર ગુજરાતમાં જ નહીં, કોઈ પણ રાજ્યની કોઈ પણ હોસ્પિટલમાં, કોઈ પણ રાજ્યનો નાગરિક સારવાર કરાવી શકે એવી વ્યવસ્થા ભારત સરકારે કરી છે.

સરકારે એક ડગલું આગળ વધાર્યું વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, પરિવારના તમામ સભ્યોને આ યોજનાનો લાભ મળે એવું આયોજન પણ સરકારે કર્યું છે. ભારતે એક ડગલું આગળ વધાર્યું છે. આપણે માત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, હેલ્થ એસ્યોરન્સનું સપનું જોયું છે અને એ સાકાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતની પ્રધાનમંત્રી જનઆરોગ્ય- મા યોજના (pradhan mantri jan arogya yojana) સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય છે. દિવાળીના દિવસોમાં ગુજરાત સરકારે જરૂરિયાતમંદ લોકોને આ કાર્ડ આપવાનું ભગીરથ કામ હાથ ધર્યું છે.

ડબલ એન્જિન સરકાર, અનેક હોસ્પિટલ સારવાર માટે સજ્જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વધુમાં જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારને પરિણામે ગુજરાતની 3000 જેટલી હોસ્પિટલમાં 2,700 જેટલી આરોગ્ય સેવાઓ જરૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક મળી રહી છે. પીએમજેએવાય-મા યોજના દ્વારા 5,00,000 રૂપિયા સુધી સારવાર નિ:શુલ્ક મળે છે. આજે ગુજરાતની પ્રજાની આરોગ્ય સુરક્ષાને સુદ્રઢ કરતી ભેટ વડાપ્રધાને વર્ચ્યૂઅલ પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં મળી છે. પીએમજેએવાય-મા કાર્ડ વિતરણ કેમ્પનું રાજયમાં આરંભ કરીને 50,00,000 મા-કાર્ડનું વિતરણ (ayushman card beneficiary) થઇ રહ્યું છે.

કાર્યક્રમમાં સ્પીચ બંધ થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) રાજ્યના 50 લાખ લોકોને આરોગ્ય કાર્ડનું વિતરણ શરૂ કર્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ શરૂ થઈ તેના ગણતરી મિનિટો બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અવાજ બંધ થઈ ગયો હતો અને ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.