ETV Bharat / city

PM Modi Gujarat Visit: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી PM મોદીનો ભવ્ય રોડ શો, ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકશે - જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ

PM મોદીના 11 અને 12 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) છે. અમદાવાદ એરપોર્ટથી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી ભવ્ય રોડ શો યોજાશે જેમાં 4 લાખથી પણ વધુ લોકો જોડાશે. આ ઉપરાંત PM મોદી 11મી માર્ચના રોજ સાંજે GMDC ગ્રાઉન્ડ ખાતે 'મારુ ગામ-મારુ ગુજરાત' કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

PM Modi Gujarat Visit: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી PM મોદીનો ભવ્ય રોડ શો, ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકશે

author img

By

Published : Mar 9, 2022, 9:42 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 11 અને 12 માર્ચના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશ કાર્યાલય કમલમ (Shree Kamalam BJP Gujarat State Office) ખાતે માહિતી આપી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી માર્ચના સવારે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ (PM Modi At Ahmedabad Airport) પર આગમન કરશે. અમદાવાદ એરપોર્ટથી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી આશરે 4 લાખથી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ-શો (PM Modi Roadshow In Ahmedabad)નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા ગુજરાતમાં સુરત ખાતે PM મોદીનો ભવ્ય રોડ શો (PM Modi Roadshow In Surat) યોજાયો હતો.

વડાપ્રધાનના રોડ શોમાં 4 લાખ લોકો ઉપસ્થિત રહેશે.

પ્રદેશ કારોબારીના સભ્યોને માર્ગદર્શન આપશે

આ રોડ-શોમાં જુદી-જુદી સંસ્થાઓ, જુદા-જુદા સમાજો, નાગરિકો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ઉપસ્થિત રહેશે. એરપોર્ટથી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ સુધીના રોડ- શો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના ગુજરાતના સાંસદો, ધારાસભ્યો, પ્રદેશના પદાધિકારીઓ પ્રદેશ કારોબારીના સભ્યોને માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit : વડાપ્રધાનના આગમનને લઈને વિધાનસભાનું કામકાજ એક દિવસ બંધ રહેશે

ખેલ મહાકુંભનો કરાવશે પ્રારંભ

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી માર્ચના રોજ સાંજે GMDC ગ્રાઉન્ડ (GMDC Ground Ahmedabad) ખાતે 'મારુ ગામ-મારુ ગુજરાત' કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકાના ચૂંટાયેલા અને પદાધિકારીઓ આમ આશરે 1.38 લાખથી વધુ સભ્યોને માર્ગદર્શન આપશે. સી.આર.પાટીલે વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે 12મી માર્ચના રોજ સાંજે સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ (Sardar Patel Stadium Ahmedabad) ખાતે ખેલ મહાકુંભના મુખ્ય શુભારંભ કાર્યક્રમમા ઉપસ્થિત રહી મહાકુંભના ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચો: PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવકારને લઈને તડામાર તૈયારીઓ

ખેલ મહાકુંભમાં 46 લાખ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું

ઉલ્લખનીય છે કે, અત્યાર સુધી 46 લાખ જેટલા ખેલાડીઓનું ખેલ મહાકુંભ અંતર્ગત રજિસ્ટ્રેશન થઇ ચૂકયુ છે અને એક સાથે 500 જેટલા સ્થળોએ ખેલ મહાકુંભ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટડિયમના ખેલ મહાકુંભના મુખ્ય કાર્યક્રમમાં આશરે 1100 જેટલા નામી કલાકારો ભવ્ય લાઇવ પરફોર્મન્સ આપશે. આ કાર્યક્રમમાં સ્પોર્ટસ સાથે જોડાયેલા વિવિધ ખેલાડીઓ ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.