ગાંધીનગરઃ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Tour) આવી રહ્યા છે. તેવામાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાબતે (PM Modi Gujarat Visit Program) સમીક્ષા કરવામાં આવી હતી. આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Jitu Vaghani on PM Modi Tour) કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી હતી. વડાપ્રધાન અનેક વર્ષો પછી પ્રથમ વખત અહીં બપોરનું ભોજન લેશે.
એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન સવારે 11 વાગ્યે થશે
રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ પત્રકાર પરિષદને (Jitu Vaghani on PM Modi Tour) સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 માર્ચે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને અમદાવાદ એરપોર્ટથી ભાજપ પ્રદેશ કાર્યાલય એટલે કે, કમલમ્ સુધીનો ખાસ રોડ શો (PM Modi Road Show) યોજાશે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એરપોર્ટથી કમલમ્ ખાતે રોડ શૉ લગભગ 2 કલાક સુધી ચાલે તેવી પણ શક્યતા છે.
વડાપ્રધાન કમલમ્ ખાતે કરશે બેઠક
અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીના રોડ શૉ બાદ (PM Modi Road Show) વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમ્ ખાતે ગુજરાત રાજ્યના તમામ સાંસદ સભ્યો તમામ ધારાસભ્યો અને ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને ભાજપ પ્રદેશ પક્ષના તમામ જિલ્લાના પ્રમુખો સાથે અપેક્ષિત હોદ્દેદારોની હાજરીમાં એક (PM Modi Meeting at Kamalam) ખાસ બેઠક પણ કરશે. આ બેઠકમાં જ ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) બ્યૂગલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફૂંકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ચૂંટણી પહેલા ગુજરાતનો પ્રથમ પ્રવાસ ગણવામાં (PM Modi Gujarat Visit Program) આવી રહ્યો છે.
કમલ્મમાં બેઠક બાદ રાજભવન અને ત્યારબાદ અમદાવાદ GMDC પંચાયતનો કાર્યક્રમ
ગાંધીનગર કમલમ્ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક (PM Modi Meeting at Kamalam) કર્યા બાદ સીધા રાજ ભવન આવશે અને રાજભવનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરશે ત્યારબાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત મહાપંચાયત સંમેલનમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, આ સંમેલનમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના તમામ સરપંચો સભ્યો હાજર રહેશે અને લગભગ 1.50 લાખથી વધુ લોકો હાજર રહેશે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો- PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવકારને લઈને તડામાર તૈયારીઓ
12 માર્ચે રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકુલનું લોકાર્પણ
12 માર્ચ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના દહેગામ ખાતે આવેલી રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકુલનું લોકાર્પણ કરશે. રાજ્ય સરકારે રક્ષાશક્તિ યુનિવર્સિટીને 230 એકર જમીન ફાળવી છે. આ જમીન પણ બનાવવામાં આવે સંકુલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ સાથે જ રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કોન્વોકેશનમાં હાજરી પણ આપશે.
આ પણ વાંચો- Cabinet Meeting : વડાપ્રધાન મોદીના આગમનની તૈયારીઓ, ખેલમહાકુંભ વિશે વિશેષ ચર્ચા
સાંજે 6 કલાકે ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન
બારમાસીના રોજ સાંજે 6 વાગ્યે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. અત્યાર સુધી 41 લાખથી વધુ રમતવીરોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ગુજરાતમાં ખેલ મહાકુંભની (PM Modi to start Khelmahakumbh) શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે સત્તા પર હતા. ત્યારથી જ શરૂઆત કરવામાં આવી હતી ત્યારે 11માં સંસ્કરણોનું ઉદ્ઘાટન વડાપ્રધાનન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.