ETV Bharat / city

નવરાત્રિ દરમિયાન 12 વાગ્ય સુધી લાઉડસ્પીકર વગાડવાની છૂટ - undefined

ગુજરાત રાજ્યમાં નવરાત્રિને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી છે. ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ સુધી રાત્રીના 12:00 સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

નવરાત્રિ દરમિયાન 12 વાગ્ય સુધી લાઉડસ્પીકર વગાડવાની છૂટ

author img

By

Published : Sep 22, 2022, 5:04 PM IST

Updated : Sep 22, 2022, 6:42 PM IST

ન્યુઝ ડેસ્ક : રાજકોટ શહેરમાં નવરાત્રિની ઉજવણી અંગે કમિશનરે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તે પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી. જો કે વિરોધ થતા રાજકોટ શહેર પોલીસે આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. આ જાહેરાત રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કરી હતી. જે મુજબ હવે ગરબા આયોજકો અને ખેલાડીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટ શહેર પોલીસે અગાઉ રાત્રે 10 વાગ્યા સુધી ગરબા માટે લાઉડ સ્પીકર રાખવાનો નિર્ણય લીધો હતો.

પોલીસને સંપૂર્ણ માહિતી આપવી પડશે આ ઉપરાંત નવરાત્રીના આયોજકોએ રવિવાર સુધી ગરબા ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ અંગત સુરક્ષા અને સીસીટીવી સહિતની સંપૂર્ણ માહિતી પોલીસને આપવાની રહેશે. જો રવિવાર સુધીમાં આ વિગતો પોલીસને આપવામાં નહીં આવે તો પોલીસ ગરબા આયોજકને આપેલી પરવાનગી રદ કરવાની પણ કાર્યવાહી કરશે.

Last Updated : Sep 22, 2022, 6:42 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.