ETV Bharat / city

એકમ કસોટીઓના આયોજનમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ છૂટછાટ આપવામાં આવશે : શિક્ષણ વિભાગ

કોવિડ-19 મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવા છતાં શિક્ષણ ચાલુ રહે, અભ્યાસમાં સાતત્ય જળવાય એ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પણ પહોંચાડવામાં આવ્યાં છે. ઉપરાંત ઓનલાઈન અભ્યાસની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે પૂરક પરીક્ષા બાબતે શિક્ષણ વિભાગે સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ જ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. 

એકમ કસોટીઓના આયોજનમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ છૂટછાટ આપવામાં આવશે : શિક્ષણ વિભાગ
એકમ કસોટીઓના આયોજનમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ છૂટછાટ આપવામાં આવશે : શિક્ષણ વિભાગ
author img

By

Published : Jul 27, 2020, 11:00 PM IST

ગાંધીનગર : શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર સતત મૂલ્યાંકન એ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનો ભાગ છે. જેના આધારે વિદ્યાર્થીની કચાશ જાણીને ઉપચારાત્મક શિક્ષણકાર્ય થઇ શકે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. 29 અને 30 જુલાઈ દરમિયાન ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ વિદ્યાર્થીઓને કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડવા તેમજ વિદ્યાર્થીઓએ લખેલા જવાબો શાળામાં પરત પહોંચાડવા અને જવાબો ચકાસવા અંગે વિવિધ શિક્ષક સંઘો અને શાળાઓ તરફથી મળેલી રજૂઆત અંગે રાજ્ય સરકાર દ્વારા સઘન વિચારણા કરવામાં આવી હતી. જે પછી એકમ કસોટીના આયોજનમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

જેમ કે દરેક વિદ્યાર્થીને એકમ કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડી શકાય એમ ન હોય તો સોશીયલ મીડિયાના માધ્યમથી પણ પહોંચાડી શકાશે. દરેક વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તકો છે જેથી ધોરણ 3 થી 8 ના ભાષા અને ગણિતના પાઠ્યપુસ્તકના પહેલા પાઠમાં આપેલો પહેલો QR Code સ્કેન કરવાથી પણ એકમ કસોટીનું પ્રશ્નપત્ર જોઈ શકાશે. આ ઉપરાંત GCERT અને GSHSB ની વેબસાઈટ પર પણ પ્રશ્નપત્રો જોઈ શકાશે. આમ, વિદ્યાર્થીઓ સુધી એકમ કસોટીઓ પહોંચાડવા માટે અન્ય સુવિધાઓ કરી આપવામાં આવી છે.

આ કસોટીઓની પ્રિન્ટ આઉટ પહોંચાડવી, વિદ્યાર્થી દ્વારા પ્રશ્નોના જવાબો લખવા, વિદ્યાર્થીએ લખેલા જવાબોની નોટબૂક શાળામાં પરત જમા કરાવવી વગેરે જેવી કામગીરી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 31 જુલાઈને બદલે 10 મી ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી શકાશે.

આ એકમ કસોટી કોઈ ઔપચારિક પરીક્ષા નથી, પરંતુ સતત મૂલ્યાંકનનો ભાગ છે. આ કસોટીના પરિણામોના આધારે શિક્ષક ઉપરાંત શિક્ષિત વાલીઓ પણ પોતાના બાળકોના ભણતરની પરિસ્થિતિ જાણીને જરૂરી માર્ગદર્શન આપી શકે છે. આ કસોટીનો ઉપચારાત્મક શિક્ષણ ઉપરાંત, ‘હોમ લર્નિંગ કાર્યક્રમો’ અંતર્ગત જરૂરી ફેરફારો કરી શકાય એ પણ એક હેતુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.