- દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ગાંધીનગરમાં કર્યો રોડ-શો
- રોડ-શો દરમિયાન ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી
- ભાજપ સામે AAP એ એક મજબૂત વિકલ્પ હોવાનું જણાવ્યું
ગાંધીનગર: 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Municipal corporation Election) યોજાવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ સક્રિય રીતે ગાંધીનગરમાં પ્રચાર કરી રહી છે. આ પ્રચાર અભિયાનમાં આજે બુધવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodia) ઉપરાંત ઇસુદાન ગઢવી (Isudan Gadhvi), ગોપાલ ઇટાલિયા (Gopal Italia) સહિતના નેતાઓ એકસાથે જોડાયા હતા. લોકોનો પ્રતિસાદ ઝીલવા માટે તેમને પેથાપુરમાં એક કિ.મી. લાંબો રોડ-શો યોજ્યો હતો. આ દરમિયાન તેમણે ETV Bharat સાથે કરેલી વાતચીત અત્રે પ્રસ્તુત છે.
પ્રશ્ન: આમ આદમી પાર્ટી આ વખતે પાટનગરની ચૂંટણી લડી રહી છે, એ વિશે શું કહેશો?
જવાબ: આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ બનીને ઉભરશે. અહીંના સ્થાનિક લોકો BJPથી મુક્તિ ઈચ્છે છે, પરંતુ તેમની પાસે કોઈ મજબૂત વિકલ્પ નહોતો. જેમના માટે AAP એક મજબૂત વિકલ્પ બનીને ઉભેશે. અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) ના નેતૃત્વમાં AAPની ક્રેડીબિલિટી પૂરેપૂરી બનેલી છે. અહીંના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકો AAPને એક ઉમ્મીદ અને મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
પ્રશ્ન: 11 વોર્ડમાં 44 સીટ છે શું લાગે છે શું પરિણામ આપ પાર્ટીનું જોવા મળશે?
જવાબ: પૂરેપૂરા બહુમત સાથે AAPનું શાસન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન(Gandhinagar Municipal corporation) માં બનેલું રહેશે. 5 તારીખે જરૂરથી રીઝલ્ટ જોવા મળશે. બહુમત માટે 22 કે 23 સીટો જોઈએ છે. આ વખતે AAPનું શાસન જોવા મળશે.
પ્રશ્ન: 2022માં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે તેને લઈને શું તૈયારી છે?
જવાબ: ભારતીય જનતા પાર્ટીએ માની લીધું છે કે, તેમની સરકાર કંઈ જ નથી કરી રહી. વિજય રૂપાણી સરકારના 5 વર્ષ સફળ રહ્યા તેવું તેઓ માનતા હતા. આખરે તેમને હટાવવા જ પડ્યા. જેથી BJP સામેથી જ માની રહી છે કે, તેમણે કશું કર્યું જ નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં વિકાસ માટે 'દિલ્હી મોડલ' નહિ, અલગ મોડલ હશે - મનીષ સિસોદિયા
આ પણ વાંચો: જો ગુજરાતમાં AAP આવશે તો મુખ્યપ્રધાન પ્રજાને જ નક્કી કરવા દેવામાં આવશે - મહેશ સવાણી
આ પણ વાંચો: ભાજપ કોંગ્રેસ સીસ્ટર પાર્ટી છેઃ મનીષ સિસોદિયા